સટ્ટા બજાર પ્રમાણે મહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર? જાણો…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ સટ્ટાબજારના અંદાજ મુજબ રાજ્યમાં ફરી એક વખત મહાયુતિ એટલે કે ભાજપના નેતૃત્વવાળી સરકાર બની શકે છે. સટ્ટોડિયાના અંદાજ મુજબ રાજ્યમાં ભાજપને 90 થી 95 સીટ મળી શકે છે અને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાની 35 થી 40 સીટ અને અજિત પવારની એનસીપીને 10 તી 15 સીટ મળવાનો અંદાજ છે.
આ પણ વાંચો : નાશિકના વિધાનસભ્ય સુહાસ કાંડે સમીર ભુજબળના સમર્થકો વચ્ચે થઇ અથડામણ પછી…
સીએમ કોણ બનશે તેના પર પણ સટ્ટો
ફલોદી સટ્ટાબજારમાં પણ મહાયુતિ સરકાર બનવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જોકે મહા વિકાસ અઘાડી જોરદાર ફાઈટ આપી રહી છે. ફલોદી સટ્ટા બજારે સીએમ પર અંદાજ લગાવ્યો છે. ભાજપના દેવેન્દ્ર ફડણસવીસ પર 57 પૈસા લગાવવામાં આવ્યા છે. સટ્ટા બજાર મુજબ રાજ્યના સીએમની રેસમાં ફડણવીસ આગળ ચાલી રહ્યા છે.
ફલોદી સટ્ટા બજાર શું કહે છે
ફલોદી સટ્ટા બજાર મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનને 288 વિધાનસભા સીટમાંથી 144 થી 152 સીટ મળી શકે છે. રાજ્યમાં બહુમતનો આંકડો 144 છે. આ રીતે રાજ્યમાં મહાયુતિ બહુમતનો આંકડો સ્પર્શી શકે છે. ફલોદી સટ્ટા બજારના અનુમાન પ્રમાણે, રાજ્યમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે અને બંને ગઠબંધનો વચ્ચે માત્ર 12 થી 20 સીટનું અંતર રહી શકે છે.
હાલ મહારાષ્ટ્ર વિધાનસભાની શું છે સ્થિતિ
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટ છે, જેમાં બહુમત માટે 145નો આંકડો છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થશે, જ્યારે વર્તમાન વિધાનસભામાં ભાજપના 103 વિધાનસભ્ય છે, જેમાં એકનાથ શિંદેની શિવસેનાના 37 તથા એનસીપી (અજિત પવાર)ના 39 વિધાનસભ્ય છે.
આ પણ વાંચો : ‘આ અવાજ મારી બહેનનો જ છે…’ બિટકોઈન ઓડિયો ક્લિપ્સ મામલે અજિત પવારનો દાવો
2019ની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી?
ભાજપ- 105
કોંગ્રેસ-44
એનસીપી (અવિભાજિત)-54
શિવસેના (અવિભાજિત)-56
એસપી-2
એઆઈએમઆઈએમ-2
સીપીઆઈ(એમ)-1
2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને અવિભાજિત શિવસેના દ્વારા યુતિમાં લડવામાં આવી હતી.