આમચી મુંબઈમહારાષ્ટ્ર

બહારગામ રહેતા મતદાતાઓને ઑનલાઈન નાણાં આપવાની વાત: વિધાનસભ્ય સામે ગુનો…

છત્રપતિ સંભાજીનગર: બહારગામ હોય એ લોકો મતદાનના દિવસે પોતાના મતવિસ્તારમાં આવીને મતદાન કરશે તો તેમને ઑનલાઈન નાણાં ચૂકવવામાં આવશે, એવું કહેતો શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગર નો કથિત વીડિયો વાયરલ થતાં પોલીસે તેમની વિરુદ્ધ બિનદખલપાત્ર ગુનો (એનસી) નોંધ્યો હતો.

આ પણ વાંચો : જો તમારા માતા-પિતા મને મત ન આપે તો ખાવાનું બંધ કરી દેજોઃ શિંદેજૂથના નેતાનો બફાટ, ECની માર્ગદર્શિકાના ઉલ્લંઘન નો આક્ષેપ

અધિકારીના જણાવ્યા મુજબ છત્રપતિ સંભાજી નગરના હિંગોલી જિલ્લામાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના શિવસેનાના નેતા બાંગર હિંગોલી જિલ્લાના કલમનૂરી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. બાંગરના વક્તવ્યનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે એવું કહેતા સંભળાય છે કે બહારગામ હોય તેવા મતદારોની યાદી અમને આગામી બેથી ત્રણ દિવસમાં આપો. તેમને વાહન ભાડે લેવાનું કહો અને તેમને જે જોઈએ તે મળવું જોઈએ. તેમને ફોનપે (ઑનલાઈન પેમેન્ટ ઍપ) સહિત બધું જ ઉપલબ્ધ કરાશે. તેમને કહો કે તેઓ અમારી માટે આવી રહ્યા છે. બહારગામ રહેતા મતદાતાઓને કહો કે તે આપણા ગામમાં આવે.

આ પણ વાંચો : સીટ શેરિંગ મુદ્દે MVAમાં હંગામો ચાલુ, શું ભાજપને ફાયદો થશે?

આ વીડિયો અમુક રિજનલ ન્યૂઝ ચૅનલ્સ દ્વારા શૅર કરવામાં આવ્યો હતો. ગયા સપ્તાહે આ વીડિયો બહાર આવ્યા પછી ચૂંટણી પંચે બાંગર પાસે ખુલાસો માગ્યો હતો, જે તેમણે આપ્યો હતો.

કલમનૂરી પોલીસે રવિવારે બાંગર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 170(1)(1) અને 173 (લાંચ) હેઠળ બિનદખલપાત્ર ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફડણવીસની ઠાકરે સાથે ગુપ્ત બેઠકથી એમવીએમાં ખેલા થશે?

બાંગર 2019માં અવિભાજિત શિવસેનામાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. પક્ષમાં ભાગલા પડ્યા પછી તે શિંદે જૂથમાં જોડાયા હતા. (પીટીઆઈ)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker