આમચી મુંબઈ

શું અડધી રાતે સંજય રાઉત નડ્ડાને અને ઉદ્ધવ ઠાકરે ફડણવીસને મળ્યા હતા?

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે બેઠક થઇ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વંચિત બહુજન આઘાડી (VBA)એ દાવો કર્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ હતી.

પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં ભાજપ ચીફ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. જો કે, આ અંગે બંને પક્ષોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

VBAના મુખ્ય પ્રવક્તા સિદ્ધાર્થ મોકલે દ્વારા એક વીડિયો સંદેશ જારી કરવામાં આવ્યો છે. મોકલેનો દાવો છે કે રાઉત 25 જુલાઈના રોજ 7 ડી મોતીલાલ માર્ગ પર બે વાગ્યાના સુમારે નડ્ડાને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘આ પછી 5 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12 વાગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રી બંગલે ગયા હતા. તેઓ એકલા જ ગયા હતા. બંને વચ્ચે 2 કલાક સુધી મુલાકાત ચાલી હતી.

તેમણે કહ્યું હતું કે, ‘આ પછી 6 ઓગસ્ટે ઠાકરે દિલ્હી ગયા હતા.’ મોકલેનું કહેવું છે કે ઠાકરેએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન તેમની સાથે કોણ હતું અને તેઓ કોને મળ્યા હતા. મોકલેએ એમ પણ જણાવ્યું હતું કે ‘અમે જે માહિતી મેળવી છે તે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. તેની પાછળનું કારણ એ છે કે રાજ્યના આરક્ષણવાદી મતદારો જાણે છે કે ભાજપ અને તેના સાથી પક્ષો અનામતની વિરુદ્ધ છે, પરંતુ આ આરક્ષણવાદી મતદારોએ શિવસેનાના ઉમેદવારો અને ઉદ્ધવ ઠાકરેને મત આપ્યો છે.

તેમણે કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષની રાજકીય ગતિવિધિઓને જોતા આવતીકાલે રાજ્યમાં જો કોઈ પ્રતિકૂળ ઘટના બને તો અમે આ માહિતી શેર કરીએ છીએ જેથી અનામત મતદારો છેતરપિંડીનો અનુભવ ન કરે. ખાસ વાત એ છે કે VBA દ્વારા આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.

શિવસેના-ભાજપ અને એનસીપી એટલે કે ડેપ્યુટી સીએમ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે સીટ વહેંચણીની ફોર્મ્યુલા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે VBA વિપક્ષી ગઠબંધનમાં જોડાઈ શકે છે, પરંતુ આવું બન્યું નથી.

Also Read –

Show More

Related Articles

Back to top button
એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો