આમચી મુંબઈમહારાષ્ટ્ર

સંજય રાઉતને કોર્ટે ઝાટક્યા, કહ્યું કે…

મુંબઈ: ભાજપના નેતા તેમ જ ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પત્નીએ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ કરેલા માનહાનિના કેસમાં કોર્ટે સંજય રાઉતની ઝાટકણી કાઢી હતી અને તેમણે નિવેદન આપતા વખતે સાવચેતી ન રાખી હોવાની ટીકા પણ કરી હતી.

આ પણ વાંચો: માનહાનિ કેસમાં સંજય રાઉતને કોર્ટે દોષી ઠેરવ્યા પછી આપી રાહત

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ(ફર્સ્ટ ક્લાસ) આરતી કુલકર્ણીએ સંજય રાઉતને આ કેસમાં દોષી ઠેરવ્યા હતા અને 15 દિવસની જેલ તેમ જ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે, પછીથી ઉપલી અદાલતમાં આ ફેંસલાને પડકારવામાં આવ્યો હતો.

અદાલતે આપેલા વિગતવાર ફેંસલામાં જણાવવામાં આવ્યું હતું કે મેધા સોમૈયા(કિરીટ સોમૈયાના પત્ની)ને સંજય રાઉતના આરોપોના કારણે માનસિક ત્રાસ થયો હતો. આરોપીએ મીડિયા સમક્ષ પોતે ફરિયાદી વિરુદ્ધ બેદરકારીભર્યા અને સાવચેતી રાખ્યા વિનાના નિવેદન આપ્યા હતા જે બદનામી કરનારા હતા.

આ પણ વાંચો: 10 વર્ષ બાદ સંસદમાં મુંબઈના ગુજરાતીનો પ્રતિનિધિ નહીં

ઉલ્લેખનીય છે કે રાઉતને દંડ ફટકારવામાં આવ્યો ત્યાર બાદ થોડા જ કલાકોમાં તેમને આ કેસમાં જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. રાઉતે મેધા સોમૈયા પર મીરા-ભાયંદરમાં બનાવવામાં આવેલા શૌચાલયમાં 100 કરોડ રૂપિયા કરતાં વધુને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ કર્યો હતો. જેને પગલે મેધા સોમૈયાએ રાઉત પર બદનક્ષીનો દાવો માંડ્યો હતો. રાઉતે આપેલા નિવેદનને સમાચાર-પ્રસાર માધ્યમોએ પણ ખૂબ ચગાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ આરોપોની ખૂબ ચર્ચા થઇ હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત