એકનાથ શિંદેને જેલમાં નાખવા ભાજપે કાવતરું રચ્યું હોવાનો સંજય રાઉતનો દાવો

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઇડી અને સીબીઆઇ દ્વારા તપાસ કરવીને તેમને જેલમાં નાખવા માટે ભાજપ પ્રયત્નો કરી રહી હતી, એવો દાવો ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કર્યા છે.
થોડા સમય પહેલા સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ભાજપના પ્રધાનોને જેલમાં નાખવા માટે મહાવિકાસ આઘાડીના નેતાઓએ કાવતરું રચ્યું હતું. શિંદેના આ આરોપ સામે સંજય રાઉતને પૂછવામાં આવતા તેમણે એકનાથ શિંદે અને ભાજપ પર નિશાન સાધ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જેલમાં જવાના ભયથી શિંદે અનેક જગ્યાએ જઈને રડ્યા અને તે જેલમાં જવાના ભયથી પોતે જ ભાગી ગયા એવું પણ રાઉતે કહ્યું હતું. ભાજપમાં ભ્રષ્ટાચારીઓ અને ખોટું બોલનારને સ્થાન મળે છે. જો કોઈ ભાજપમાં જાય છે તો તેને ખોટું બોલવાની ટ્રેનિંગ આપવામાં આવે છે એવા આરોપો પણ સંજય રાઉતે કર્યા હતા.
શિંદેએ કહ્યું હતું કે જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર હતી, ત્યારે ભાજપમાંના અનેક મોટા નેતાઓની ધરપકડ કરવાનું કાવતરું રચ્યું હતું. આ સાથે ભાજપના અનેક નેતાઓને ઉદ્ધવ જૂથમાં સામેલ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો હતો. શિંદેના આ નિવેદન સામે રાઉતે જવાબ આપ્યો હતો.
તાજેતરમાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને ભાજપ વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. “હિંદુત્વ છોડી દીધું હોય તેને જય ભવાની શબ્દનો ઉપયોગ નહીં કરવો જોઈએ”, એમ કહી ફડણવીસે ઉદ્ધવ જૂથ પર ટીકા કરી હતી. આ અંગે સંજય રાઉતે કહ્યું હતું કે “નામો નામો ચાલે પણ હર હર મહાદેવ અને જય ભવાની કેમ નહીં ચાલે?.