આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Maharashtra Election Special: રાવસાહેબ દાનવેનાં દીકરી શિંદેસેનામાં જોડાયાં

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-૨૦૨૪ પહેલાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ ભાજપના નેતા રાવસાહેબ દાનવેની પુત્રી સંજના જાધવ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયાં હતાં. જાધવ રવિવારે શિંદેસેનામાં જોડાયાં હતાં.સંજના જાધવને છત્રપતિ સંભાજીનગર જિલ્લાની કનન્ડ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે એવી શક્યતા છે.

ઉમેદવારીપત્ર ભરવાને બે જ દિવસ બાકી રહ્યા હતા ત્યારે ભૂતપૂર્વ સાંસદ રાજેન્દ્ર ગાવિત અને વિલાસ તારે પણ શિવસેનામાં જોડાયા હતા. શિંદે અને વિધાનપરિષદના ભૂતપૂર્વ સભ્ય રવીન્દ્ર ફાટકે બંનેનું સ્વાગત કર્યું હતું.

Also read: Assembly Election: ભારતીય જનતા પાર્ટીએ આખરે સાથી પક્ષોને આપી ટિકિટ, જાણો કેટલી?

Sanjay Raut targeted the Congress! Said- 'The face is Uddhav Thackeray, our stand is clear'

સોલાપુર દક્ષિણની બેઠકને મુદ્દે યુબીટી અને કોંગ્રેસમાં ડખો, MVAમાં મુશ્કેલીના એંધાણશિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે સોમવારે કોંગ્રેસને સોલાપુર દક્ષિણ વિધાનસભા બેઠક માટે ઉમેદવાર ઉતારવા અંગે ચેતવણી આપી હતી, જેમના માટે તેમની પાર્ટીએ પહેલાંથી જ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

પત્રકારો સાથે વાત કરતાં રાઉતે કહ્યું હતું કે આવી ગતિવિધિઓ તેમના તરફથી સમાન પ્રતિસાદને ઉત્તેજિત કરી શકે છે અને એમવીએ માટે સમસ્યા ઊભી કરી શકે છે.કોંગ્રેસે તેની નવી યાદીમાં સોલાપુર દક્ષિણ મતવિસ્તારમાંથી તેના ઉમેદવાર (દિલીપ માને)ની જાહેરાત કરી છે.

Also read: બોરીવલી ધર્મશાળા નથી: ગોપાલ શેટ્ટીનો બળવો

આ ત્યારે બન્યું છે જ્યારે અમે એ જ બેઠક પરથી અમારા ઉમેદવાર (અમર પાટીલ)ને પહેલાંથી જ મેદાનમાં ઉતાર્યા છે. હું આને સમયની ભૂલ માનું છું અને કોંગ્રેસ તરફથી પણ આવી ભૂલ થઇ શકે છે, એવું રાઉતે જણાવ્યું હતું.મેં સાંભળ્યું છે કે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ મિરજ વિધાનસભા મતવિસ્તારમાં લડવા માટે આતુર છે, જે અમારી બેઠક વહેંચણીની ફોર્મ્યુલાનો એક ભાગ છે.

Also read: Assembly Election: સંભાજીનગરમાં ઠાકરેને ફટકો, તનવાણીએ ઉમેદવારી પાછી ખેંચી

જો આ ચેપ (સાથી પક્ષો સામે ઉમેદવારો મેદાનમાં ઉતારવાનો) રાજ્યમાં ફેલાશે તો એમવીએ માટે સમસ્યા ખડી થશે, એવું રાઉતે વધુમાં કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button