સાંગલીમાં માર્ગ અકસ્માતમાં ચાર મજૂરનાં મોત, 10 ઘાયલ

મુંબઈ: સાંગલી જિલ્લામાં ટ્રેક્ટર સાથે ટ્રક ભટકાતાં ચાર મજૂરનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય 10 જણને ઇજા પહોંચી હતી.
કવઠે મહાંકાળ ખાતે મિરજ-પંઢરપુર માર્ગ પર મંગળવારે આ અકસ્માત થયો હતો. શેરડી લઇ જતા ટ્રેક્ટરના એન્જિનનો પટ્ટો ક્ષતિગ્રસ્ત થતાં તેને હાઇવે પર ઊભું રાખવામાં આવ્યું હતું.
એન્જિનનો પટ્ટો બદલવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે પુરપાટ વેગે આવી રહેલી ટ્રક રસ્તાને કિનારે ઊભેલા ટ્રેક્ટર સાથે ભટકાઇ હતી.
ALSO READ: અકસ્માતમાં બાઈકસવારના મૃત્યુ પછી રસ્તારોકો કરનારા 65 જણ વિરુદ્ધ ગુનો
આ અકસ્માતમાં ચાર મજૂરનાં ગંભીર ઇજાને કારણે મોત થયાં હતાં, જ્યારે 10 જણને ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે મિરજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય મજૂરનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગ્રામીણ હોસ્પિટલમાં મોકલાયા બાદ પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી. (પીટીઆઇ)