આમચી મુંબઈમહારાષ્ટ્ર

સમાજવાદી પક્ષના વિધાનસભ્યની મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને જાહેર સુનાવણી હાથ ધરવા વિનંતી

થાણે: સમાજવાદી પાર્ટીના એક વિધાનસભ્યે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ વક્ફ (એમએસબીડબ્લ્યુ)ને વિનંતી કરી છે કે વકફ સંસ્થાઓની સુનાવણી અધ્યક્ષની ચેમ્બરમાં હાથ ધરવાને બદલે જાહેરમાં સુનાવણી કરવામાં આવે.

ભિવંડી (પૂર્વ)ના સમાજવાદી પક્ષના વિધાનસભ્ય રઈસ શેખે રવિવારે કહ્યું હતું કે તેમણે એમએસબીડબ્લ્યુને 184 વક્ફ સંસ્થાઓની સુનાવણી અંગે પત્ર લખ્યો છે.

પત્રમાં શેખે જણાવ્યું હતું કે રાજ્યમાં 27,000 વકફ મિલકતો છે, જેમાંથી 11,000ને કાયદેસર કરવામાં આવી છે.
2022માં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એમએસબીડબ્લ્યુએ છ મહિનામાં વકફ પ્રોપર્ટી સંબંધિત સુનાવણી હાથ ધરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં દાવો કર્યો કે એમએસબીડબ્લ્યુના અધ્યક્ષ સમીર કાઝીની ચેમ્બરમાં 184 વક્ફ સંસ્થાઓની સુનાવણી થઈ રહી છે.

આ પણ વાંચો: Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે

વકફ મિલકતો મુસ્લિમ સમુદાયની છે અને તેમને જાણવાનો અધિકાર છે. તેથી અધ્યક્ષની ચેમ્બરમાં કરવાને બદલે જાહેર સુનાવણી હાથ ધરવામાં આવે, એવી માગણી તેમણે પત્ર લખીને કરી હતી.

કેન્દ્ર સરકારે 1995માં વકફ કાયદો પસાર કર્યો હતો અને રાજ્ય વક્ફ બોર્ડને વકફ મિલકતો જાહેર કરવાની સત્તા આપી હતી. મહારાષ્ટ્રમાં 2002માં સ્થપાયેલા વકફ બોર્ડે 2004 સુધીમાં 11,000 વકફ મિલકતો જાહેર કરી છે.

આ મિલકતો વિશે એમએસબીડબ્લ્યુના નિર્ણયને યથાવત રાખતી વખતે સર્વોચ્ચ અદાલતે પ્રતિવાદીઓને સાંભળવા માટે પણ કહ્યું છે કે તેઓની મિલકતો ખરેખર વકફ મિલકતો છે કે કેમ તે સુનિશ્ર્ચિત કરી શકાય. તેથી 184 વક્ફ સંસ્થાઓ માટે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button