આમચી મુંબઈ

ઔરંગઝેબ મુદ્દે ટિપ્પણીઃ મારા શબ્દો પાછા લઉં છું કહીને અબુ આઝમીએ માફી માગી…

મુંબઈઃ મોગલ સમ્રાટ ઔરંગઝેબ પર કરેલી ટિપ્પણીને કારણે વધી રહેલા હોબાળાથી સમાજવાદી પાર્ટી (સપા)ના વિધાનસભ્ય અબુ આઝમીએ માફી માગીને કહ્યું હતું કે તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરાયા છે.

Also read : Assembly Session: ભાજપ – સેના (યુબીટી) વચ્ચે શું ચાલી રહ્યું છે????

જોકે મારા આ નિવેદનને કારણે કોઈની પણ લાગણીને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લેવા તૈયાર છું. મારા શબ્દોને તોડીને રજૂ કરાયા છે. મેં ઈતિહાસકારો અને લેખકોએ ઔરંગઝેબ રહેમતુલ્લા અલી માટે જે દાવો કર્યો હતો એ કહ્યું હતું.

આઝમીએ તેના સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું હતું કે મેં છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે પછી અન્ય કોઇ મહાપુરુષો વિશે કોઇ અપમાનજનક ટિપ્પણી કરી નથી. જો કોઇને મારા નિવેદનથી દુઃખ પહોંચ્યું હોય તો હું મારા શબ્દોને પાછા લઉં છું.

Also read : Mumbai Metro 7A અધ્ધરતાલ? સરકારની ભૂલને લીધે જનતા પર કરોડોનો બોજ

આઝમીએ એવું પણ કહ્યું હતું કે મારા શબ્દોને ખોટી રીતે રજૂ કરીને રાજકારણ રમાઈ રહ્યું છે. આ મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટસત્ર બંધ કરીને એક રીતે નાગરિકોનું નુકસાન થઇ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button