આમચી મુંબઈ

સોમી અલીએ લૉરેન્સ બિશ્નોઈને જેલમાંથી ઝૂમ મિટિંગ કરવા આમંત્રણ આપ્યું અને કહ્યું કે…

મુંબઈઃ અભિનેતા સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અને અમુક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સોમી અલીએ ચોંકાવી નાખનારી પોસ્ટ કરી છે. મુંબઈથી યુએસ શિફ્ટ થઈ ચૂકેલી સોમીએ સાબરમતી જેલમાં આરોપી લૉરેન્સ બિશ્ર્નોઈ સાથે ઝૂમ મિટિંગ કરવાની ઈચ્છા જતાવી છે. તેણે પોતાના ઈન્સ્ટા પર બિશ્નોઈને ઈનવાઈટ કરતો મેસેજ કર્યો છે.

| Also Read: ફોન કોલ પર Lawrence Bishnoiનું નામ આવતાં જ Mumbai Police Alert Mode પર…

સોમીએ લખ્યું છે કે લૉરેન્સભાઈ મને ખબર છે અને મેં જોયું પણ છે કે તમે જેલમાંથી ઝૂમ કૉલ કરી શકો છો. તો મહેરબાની કરી મારી સાથે પણ વાત કરો. આખી દુનિયામાં આપણી ફેવરીટ જગ્યા રાજસ્થાન છે. અમે તમારા ગામમાં આવી મંદિરમાં પૂજા કરવા માગીએ છીએ, પણ પૂજા પહેલા આપણી એક વાત થઈ જાય. મારો વિશ્વાસ કરો આ વાત તમારા ફાયદામાં રહેશે. તમારો નંબર આપો તો મહેરબાની.

| Also Read: બોલો, હવે Lawrence Bishnoiની કાર જ પહોંચી ગઈ Salman Khanના Galaxy Apartment….

સોમીની આવી પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. સલમાન સાથે 1999માં સંબંધોનો અંત આણી સોમી વિદેશ ચાલી ગઈ હતી. તેણે અગાઉ પર સલમાનને સપોર્ટ કરતા કહ્યુ હતું કે શિકાર કરવો સ્વીકાર્ય નથી પણ તે સમયે સલમાન નાની વયનો હતો. હવે આટલા વર્ષો સુધી તેને હેરાન કરવો બરાબર નથી અને કોઈનો જીવ લેવો પણ યોગ્ય નથી. તાજેતરમાં જ બિશ્નોઈ ગેંગે અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. અગાઉ સલમાનના ઘર પર ફાયરિંગ પણ કર્યું હતું.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker