આ સુપર સ્ટારે કર્યો મુંબઇ લોકલમાં ડાન્સ…

ચાહકો પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે તલપાપડ હોય છે, એટલે જો તમે કોઈ સુપર સ્ટાર જેવા દેખાતા વ્યક્તિને જાહેર સ્થળે જોવો તો સ્વાભાવિક રીતે જ તમારી નજર તેની પર પડી જાય તેમાં પણ જો તમે કોઇ જગ્યાએ બેઠા હોય અને બાજુમાં આવીને કોઇ સુપર સ્ટાર ડાન્સ કરે તો કેવું લાગે આવું જ કંઈક મુંબઈની મેટ્રો ટ્રેનમાં થયું જ્યારે એક વ્યક્તિ સલમાન ખાનની જેમ તેની સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળ્યો. 
તેનો લુક પણ સલમાન ખાન જેવો જ લાગે છે. પહેલી નજરમાં તો લોકો સમજી જ ના શક્યા કે આ સલમાન ખાન નથી. લોકો આ ડુપ્લીકેટ સલમાન ખાનને જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર આ ડુપ્લીકેટ સલમાન ખાનનો વીડિયો શેર કર્યા બાદ હજારો લોકોએ તેને જોયો હતો.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં બ્લુ કલરની ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં એક વ્યક્તિ સલમાન ખાનની જેમ જ ડાન્સ સ્ટેપ્સ કરતો જોવા મળી રહ્યો છે. કમરના પટ્ટાથી માંડીને તેના માથા પરનો રૂમાલ અને ચશ્મા સુધી તમામ વસ્તુ સલમાન જેવી જ હતી. આ વ્યક્તિએ એકદમ ડીટ્ટો સલમાન ખાનના લુકને ફોલો કર્યો હતો. 
સલમાનનો ડુપ્લીકેટ લોકલ ટ્રેનમાં ફની ડાન્સ કરતો જોવા મળે છે. વીડિયોમાં લોકો તેને આશ્ચર્યથી જોઇ રહ્યા છે.
સલમાન ખાનના લુક લાઈકનો આ વીડિયો બે હજારો વખત જોવામાં આવ્યો છે અને લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે સલમાન ભાઈ વિથ એક્સ્ટ્રા ગેસ, બીજાએ લખ્યું હતું કે ભાઇ તું સલમાન જેવો તો નથી દેખાતો પરંતુ ડાન્સ મજેદાર છે. ત્રીજાએ લખ્યું હતું કે તારી બાજુમાં એક માણસ મોં લટકાવીને બેઠો છે, લાગે છે કે તે શાહરૂખનો ફેન છે ચોથાએ લખ્યું હતું કે બસ દયા કરો ભાઈ.
 


