Salman Khan-Shahrukh Khanએ જ્યાં વોટિંગ કર્યું ત્યાંથી કોણ જિતી રહ્યું છે, જાણી લો એક ક્લિક પર…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20મી નવેમ્બરના ચૂંટણી યોજાઈ અને આજે ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ 288માંથી જ એક બેઠક છે બાંદ્રા (વેસ્ટ). આ એ જ સીટ છે જ્યાં બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) વોટ આપે છે. આવો જોઈએ તેમણે જે પોલિંગ બૂથ પર વોટિંગ કર્યું ત્યાં કોણ જિતી રહ્યું છે.
સલમાન ખાન અને શાહરૂખ ખાન બંનેએ બાંદ્રા વેસ્ટમાં આવેલી માઉન્ટ મેરી સ્કુલમાં મતદાન કરવા પહોંચ્યા હતા. માત્ર શાહરૂખ, સલમાન જ નહીં પરંતુ બોલીવૂડના અનેક સેલેબ્સ જેમ કે સુભાષ ઘઈ, ફરહાન અખ્તર, જોયા અખ્તર, કરિના કપૂર, રણબીર કપૂર, પ્રેમ ચોપ્રા, આમિર ખાન, શબાના આઝમી, માધુરી દિક્ષિત, વિદ્યા બાલન, રીતિક રોશન, આમિર ખાન અને કિરણ રાવ જેવા અનેક સેલેબ્સ બાંદ્રા વેસ્ટના અલગ અલગ પોલિંગ બૂથ પર વોટચ આપવા પહોંચે છે.
વાત કરીએ ભાઈજાન અને કિંગખાને જે બુથ પર વોટિંગ કર્યું ત્યાંથી કોણ જિતી રહ્યું એની તો આ સીટ પર ભાજપના આશિષ શેલાર અને કોંગ્રેસના આસિફ જકારિયા વચ્ચે જંગ જામી છે. પરંતુ આશિષ શેલાર ખાસ્સા એવા માર્જિનથી આગળ ચાલી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે શેલાર પાસે 25,000 વોટથી આગળ હતા.
આ પણ વાંચો : હું આધુનિક અભિમન્યુ છુંઃ મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ ફડણવીસનું નિવેદન
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં 10 વર્ષથી આશિષ શેલાર જ આ સીટ પરથી જિતી રહ્યા છે અને આ વખતે પણ તેમને જ જિતના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. આ દાવો હકીકતમાં બદલાતો પણ જોવા મળી રહ્યો છે. 2008માં પરિસીમન બાદ આ ક્ષેત્રને બાંદ્રા વેસ્ટ તરીકે ઓળખાવવા લાગ્યો છે. આ પહેલાં આ વિસ્તાર બાંધ્રા વિધાનસભા અંતર્ગત આવતો હતો. આ સીટ બાબા સિદ્દીકીની પણ રહી છે, જેમની થોડાક દિવસ પહેલાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી છે. બાબા સિદ્દીકી અને સલમાન વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ હતા. સિદ્દીકીની હત્યા બાદથી સલમાનની સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી. એટલું જ નહીં જ નહીં સલમાન અને શાહરૂખ આ પોલિંગ બૂથ પર વોટ આપવા આવવાના હોવાથી આ બુથની સિક્યોરિટી પણ ટાઈટ કરી દેવામાં આવી હતી. સલમાન બાદ શાહરૂખને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
જોકે, 2009ના વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી ટિકિટ લઈને બાબા સિદ્દિકીએ જિત હાંસિલ કરી હતી, પરંતુ 2014થી આશિષ શેલાર જ અહીંના એમએલએ છે, એટલે આ સીટ પરથી તેમની જિત નિશ્ચિત જ છે.