સલમાનને ધમકી આપવાનું લૉરેંસ બિશ્નોઈનું અસલી કારણ કાળિયાર નહીં પણ આ છે, જાણો શું કરી કબૂલાત…
મુંબઈઃ બોલિવુડ સ્ટાર સલમાન ખાન ને ગેંગસ્ટર લૉરેંસ બિશ્નોઈ અને તેની ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ પરિવારથી લઈને પ્રશાસન સુધી દરેક અભિનેતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. હવે ખુદ લૉરેંસ બિશ્નોઈએ પોતાના નિવેદનમાં કબૂલ્યું છે કે તેણે સલમાન ખાનને શા માટે અને કયા કારણોસર મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો : Salman Khan પોતાની સમસ્યા પોતે સોલ્વ કરશે, Lawrence Bishnoiને લગતા સવાલ પર ખેસારીના જવાબ
કાળિયાર કેસને લઈને લોકો સલમાન ખાન વિરુદ્ધ સતત અલગ-અલગ નિવેદનો આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે સલમાન ખાને આ મામલે બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ, તો કોઈ એવું પણ કહી રહ્યું છે કે બંને ટીઆરપી મેળવવા માટે આવું કરી રહ્યા છે. આ દરમિયાન લૉરેંસ બિશ્નોઈનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે પોતે જ કહ્યું છે કે તે શા માટે ધમકી આપી રહ્યા છે.
કાળિયાર નહીં, આ સાચું કારણ છે
લૉરેંસ બિશ્નોઈએ દિલ્હી પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેણે મીડિયામાં આવવા માટે આવું કર્યું હતું. આ ઉપરાંત, તે બિશ્વોઈ સમાજમાં પોતાનું મોટું નામ બનાવવા માંગતો હતો.
આ પણ વાંચો : Lawrence Bishnoiની ધમકીને પગલે Salman Khanએ સુરક્ષા માટે ભર્યું મહત્વનું પગલું
બિશ્નોઈનું નિવેદન
‘મને વાશુદેવ ઈરાનીના મર્ડર કેસમાં ધરપકડ કરીને જોધપુર લાવવામાં આવ્યો, જ્યાં મને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે સલમાન ખાન પણ ત્યાં કોર્ટની તારીખ હોવાથી ત્યાં આવ્યો હતો. સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો અને કોર્ટ તેને સજા નહોતી કરતી એટલે મેં તેને જાનથી મારવાની ધમકી આપી હતી. મેં માત્ર મીડિયામાં ચમકવા અને બિશ્નોઈ સમાજમાં પોતાનું નામ બનાવવા આવું કર્યું હતું. સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પણ મારી ધરપકડ કરવામાં આવી હતી.’ લૉરેંસ બિશ્નોઈએ આ નિવેદન 30 માર્ચ, 2021ના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં આપ્યું હતું.
આ પણ વાંચો : Salman Khan ને ફરી મળી ધમકી, લોરેન્સ બિશ્નોઈ સાથે સમાધાન માટે 5 કરોડની માંગણી
ધમકીઓથી પણ નહોતો ડર્યો સલમાન ખાન
લૉરેંસ બિશ્નોઈની ધમકી બાદ પણ સલમાન ડર્યો નહોતો અને પોતાનું કામ શરૂ રાખ્યું હતું. ગત સપ્તાહે તે બિગ બૉસ હોસ્ટ કરતા જોવા મળ્યો હતો. આ દરમિયાન સલમાન ઘણો ઈમોશનલ જોવા મળ્યો હતો. ઉપરાંત સલમાન ફિલ્મ સિંઘમ અગેન માટે પણ કેમિયો શૂટ કરશે. સિંઘમ અગેનમાં સલમાન સુપરકૉપ ચુલબુલ પાંડેનો રોલ નિભાવતો નજરે પડશે.