Salman Khan Firing Case: Mumbai Crime Branchને મળી મોટી સફળતા, જાણો લેટેસ્ટ અપડેટ્સ…
મુંબઈઃ Salman Khanના ઘરની બહાર થયેલાં ફાઈરિંગ કેસમાં મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અને હવે ક્રાઈમ બ્રાન્ચને તેમના પ્રયાસોમાં મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાતના સુરતમાં આવેલી તાપી નદીમાંથી આરોપીઓ દ્વારા ફેંકવામાં આવેલી બીજી બંદૂક પણ મળી આવી છે. પોલીસને બંદુકની સાથે સાથે ત્રણ મેગઝીન પણ મળી આવી છે.
આ કેસમાં ગઈકાલે ક્રાઈમ બ્રાન્સને અનેક જીવંત કારતુસની સાથે એક બંદુક મળી આવી હતી અને બીજી બંદુકની તપાસ કરાઈ રહી હતી. આખરે બે દિવસના સર્ચ ઓપરેશન બાદ ક્રાઈમ બ્રાન્ચને હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બંને બંદુકો મળી આવી છે.
આ પહેલાં ગઈકાલે એટલે કે 22મી એપ્રિલના મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો હતો કે બાંદ્રા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 58 વર્ષીય એક્ટર સલમાન ખાનના ઘરની બહાર કથિત રીતે ફાઈરિંગ કરનારા શૂટરોને 10 રાઉન્ડ ગોળી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઈન્વેસ્ટિગેશન એજન્સીના મતે શંકાસ્પદ આરોપીઓએ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ઘટનાને અંજામ આપ્યા બાદ તેમણે બંદુક તાપી નદીમાં ફેંકી દીધી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આરોપી વિક્કી ગુપ્તાને સુરત તાપી નદી ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમણે બંદુકો ફેંકી હતી. પોલીસ હવે આ કેસમાં બીજી કલમો પણ લગાવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 14મી એપ્રિલના વહેલી સવાલે સલમાન ખાનના ઘરની બહાર બે બાઈકસવારોએ ફાઈરિંગ કર્યું હતું અને આ ઘટના બાદથી જ એક્ટરનો પરિવાર, મિત્રો અને ફેન્સ તેની સુરક્ષાને લઈને ચિંતિત થઈ ગયા હતા.
બાદમાં એક ઈમેલ મોકરીને લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ ફાઈરિંગની જવાબદારી લીધી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ સલમાન ખાન ફિલ્મ સિકંદરની શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ 2025ની ઈદ પર રિલીઝ થવાની છે. ફેન્સ આ ફિલ્મની એનાઉન્સમેન્ટ બાદ રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
આ સિવાય ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલની સ્ક્રીપ્ટ પણ તૈયાર હોવાની ચર્ચા ચાલી રહી છે. બસ આ સ્ક્રિપ્ટ પર કામ કરવા માટે સલમાન ખાનના અપ્રુવલની રાહ જોવાઈ રહી છે.