સલમાન ખાન બિગ બોસની દરેક સીઝન માટે લે છે આટલા કરોડની ફી…..
મુંબઈ: નાના પરદા પર ઘણા શો ચાલે છે પરંતુ તેમાં અત્યારે રિયાલિટી શો ‘બિગ બોસ’ની 17ની સિઝન તેના ચાહકો વચ્ચે ખૂબજ ફેમસ થઈ ગઈ છે. આ શો ના હવે લાસ્ટ એપિસોડ ચાલી રહ્યા છે. દરેક સિઝનની જેમ આ સિઝનમાં પણ દર્શકોનું ભરપૂર મનોરંજન આ શો એ પૂરું પાડ્યું છે. શોના સ્પર્ધકોના વિવાદોને લઈને બિગ બોસમાં જેટલી ચર્ચા જોવા મળે છે, એટલી જ ચર્ચા તેમના અને શોના હોસ્ટ સલમાન ખાનને મળતી ફી વિશે પણ થાય છે. તમે જાણો છો કે બિગ બોસની દરેક સીઝન સાથે સલમાન ખાનની ફી પણ વધતી જાય છે. જ્યારે તેણે આ શોને હોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે પ્રતિ એપિસોડ માટે 2.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, જે દર વર્ષે વધતા ગયા હતા. તમે હવે અંદાજ લગાવી શકો છો કે સલમાન ખાન સિઝન 17 માટે કેટલી ફી લઈ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે સલમાન ખાને વર્ષ 2010માં ‘બિગ બોસ’ હોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. તે બિગ બોસની ચોથી સિઝનથી આ રિયાલિટી શોનો ભાગ બન્યો હતો અને ત્યારથી સલમાન ખાને તેની 13 સીઝન હોસ્ટ કરી છે.
સલમાને ‘બિગ બોસ 4’ના એક એપિસોડ માટે 2.5 કરોડ રૂપિયા લીધા હતા. સલમાન ખાનની ફી સિઝન 6 સુધી એટલી જ રહી, પરંતુ સાતમી સિઝનમાં સલમાનની ફી બમણી થઈ ગઈ. સલમાને સિઝન સાત હોસ્ટ કરવા માટે પ્રતિ એપિસોડ 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ પછી બિગ બોસની દરેક સીઝનમાં સલમાન ખાનની ફી વધી છે. મળતી માહિતી અનુસાર સલમાન ખાને સિઝન 8માં 5.50 કરોડ રૂપિયા, અને સિઝન 9માં 7 કરોડ રૂપિયા અને દબંગ ખાને બિગ બોસ 10માં 8 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. બિગ બોસ 11 માટે સલમાન ખાને નાના પડદા પર કોઈપણ શો માટે મળેલી ફીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સલમાને સિઝન 11 માટે 11 કરોડ રૂપિયાની રેકોર્ડ ફી વસૂલ કરી હતી, ત્યારબાદ બોલીવુડના ભાઈજાને બિગ બોસ 12 માટે પ્રતિ એપિસોડ 12-14 કરોડ ફી લીધી હતી. સીઝન 13માં આ આંકડો 15.50 કરોડને પાર પહોંચી ગયો હતો. ત્યારે બિગ બોસ 14 માટે સલમાનને પ્રતિ એપિસોડ 20 કરોડ રૂપિયાની રેકોર્ડ ફી લીધી હતી. આ ઉપરાંત સલમાન ખાને બિગ બોસ સીઝન 15 માટે કુલ 350 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે, ત્યારે મળતી માહિતી પર વિશ્વાસ કરીએ તો એવું જાણવા મળ્યું છે કે સલમાને સીઝન 17 માટે એક એપિસોડના 12 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે, જો કે આ બાબતને કોઈએ સત્તાવાર રીતે સમર્થન આપ્યું નથી.