Saif Ali Khan પર હુમલા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, તપાસ અધિકારી બદલાયા
મુંબઈ : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. જેમાં આ કેસના તપાસ અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેકટર સુદર્શન ગાયકવાડ કરી રહ્યા હતા. તેમના સ્થાને બીજા પોલીસ ઇન્સ્પેકટરને તપાસ સોંપવામાં આવી છે.
સૈફ અલી ખાન પર હુમલોઃ આરોપીએ કર્યાં ચોંકાવનારા ખુલાસો, લેટેસ્ટ અપડેટ જાણો!
આરોપી પોલીસ રિમાન્ડ પર
જોકે, હાલમાં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ પોલીસ રિમાન્ડ પર છે. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દાવો કરી રહી છે કે સૈફ અલી પર હુમલાનો કેસ ઉકેલાઈ ગયો છે. જોકે આરોપીના કહેવા મુજબ ઘટનાની બધી કડીઓને જોડવી પોલીસ માટે એક પડકાર છે.
પોલીસ માટે તપાસનો વિષય બન્યો
આ સમગ્ર કેસમાં પોલીસ હજુ પણ ઘટનાની સમગ્ર વિગતો મેળવી શકી નથી. પોલીસ હજુ આ હુમલા પાછળનો મોટિવ જાણી શકી નથી. 16 જાન્યુઆરીએ ઘટેલી ઘટનાના આરોપી હુમલો કરીને કેવી રીતે ત્યાંથી ભાગી ગયો તે પણ મોટો સવાલ છે. તેમજ પોલીસ એ બાબતથી પણ હેરાન છે કે આરોપી બાંગ્લાદેશી ઘુસણખોર છે. આ બધી કડી મેળવવી પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.
કોલકાતામાં જહાંગીર શેખના નામે સિમ કાર્ડ લીધું હતું.
સૈફ અલી ખાનના હુમલાખોરનું નામ પહેલા વિજય દાસ હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ એક નકલી નામ હતું. તેમનું સાચું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે. તે એક બાંગ્લાદેશી ઘુસણખોર છે. જે છેલ્લા 6 મહિનાથી મુંબઈમાં સફાઈ કામદાર તરીકે કામ કરી રહ્યો હતો. તેના હુમલાખોર પાસે કોઈ ભારતીય ઓળખપત્ર નહોતું. તેણે કોલકાતામાં જહાંગીર શેખના નામે સિમ કાર્ડ લીધું હતું. તે તેનો ઉપયોગ કરી રહ્યો હતો.