સચિનને ત્યાં બાપ્પાનું આગમન: ચાહકોને મીડિયા પર આપી ગણેશોત્સવની શુભેચ્છા

મુંબઈ: ગણેશોત્સવ (Ganeshotsav)નો તહેવાર માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં ધામધૂમથી શરૂ થયો છે અને ઘણી સેલિબ્રિટીઝને ત્યાં પણ દૂંદાળા દેવ ગણપતિ બાપ્પા (Ganapati Bappa)નું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. બૅટિંગ-લેજન્ડ સચિન તેંડુલકરના બાંદરાના નિવાસસ્થાને (House) પણ ગણેશજી પધાર્યા છે અને એના ફોટો તથા વીડિયો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે.
સચિન અને તેનો પરિવાર (Family) પણ દર વર્ષે ખૂબ ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે.
ભારતના અનેક ક્રિકેટ પ્રેમીઓના દિલોદિમાગમાં સચિન તેંડુલકરની છાપ ‘ ક્રિકેટના ભગવાન’ સમાન છે અને આ મહાન ખેલાડીએ મીડિયામાં કરોડો ચાહકોને ગણેશ ચતુર્થી બદલ શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો: ટાઈટ સિક્યોરિટી વચ્ચે આ કોણ પધાર્યું અંબાણી પરિવારના એન્ટિલિયામાં? વીડિયો થયો વાઈરલ…
સચિને ચાહકો માટેના સંદેશમાં લખ્યું છે ‘ તહેવાર જયારે પરિવાર સાથે પરંપરા તથા પ્રેમ સાથે ઉજવવામાં આવે ત્યારે એ ઉત્સાહ વધુ સ્પેશ્યલ થઈ જતો હોય છે.’