Sachin Tendulkar Deepfake video: મુંબઈ સાયબર પોલીસે ગેમિંગ એપના માલિક સામે FIR દાખલ કરી

મુંબઈ: એક ગેમિંગ એપ્લિકેશન સાઇટે પ્રમોશનના હેતુ માટે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર(Sachin Tendulkar)ના એક જુના વિડિયોનો દુરુપયોગ કર્યો હતો. સચિન તેંડુલકરના જૂના વીડિયોને એડિટ કરીને ગેમિંગ સાઇટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેંડુલકરે આ વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુંબઈ સાયબર પોલીસે(Mumbai Police) આ મામલે FIR નોંધી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન તેંડુલકર એક ગેમિંગ એપને પ્રમોટ કરી રહ્યા છે.
વીડિયો શેર કરતા સચિન તેંડુલકરે કહ્યું- આ વીડિયો ફેક છે અને લોકોને ફસાવવા માટે બનાવવામાં આવ્યો છે. ટેક્નોલોજીનો આ પ્રકારનો દુરુપયોગ તદ્દન ખોટો છે. આપ સૌને વિનંતિ છે કે જો તમે આવા વિડીયો કે એપ કે જાહેરાતો જુઓ તો તરત જ તેની જાણ કરો.
તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે પણ સાવધાન રહેવું જોઈએ અને તેની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા જોઈએ. જેથી ખોટી માહિતી અને સમાચારને અટકાવી શકાય અને ડીપફેકના દુરુપયોગને અટકાવી શકાય.