આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

RSS તેના શતાબ્દી વર્ષમાં જ ખતરામાં, ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકારણ ગરમાયું

મુંબઈ : શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) પર નિશાન સાધ્યું છે. તેમણે શનિવારે કહ્યું હતું કે ભાજપને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની જરૂર નથી અને ટૂંક સમયમાં તેના પર પ્રતિબંધ લગાવી દેશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પીએમ મોદીએ તેમની પાર્ટીને નકલી સેના કહી છે. તેવો આવતીકાલે આરએસએસને પણ નકલી ગણાવશે.

જેપી નડ્ડાના ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો

મુંબઈમાં આયોજિત I.N.D.I.A.-MVA સંયુક્ત મીડિયા કોન્ફરન્સને સંબોધતા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં જેપી નડ્ડાએ કથિત રીતે કહ્યું હતું કે શરૂઆતમાં જ્યારે ભાજપ નબળો હતો ત્યારે તેને આરએસએસની મદદની જરૂર હતી. પરંતુ હવે પાર્ટીની તાકાત વધી છે. તેથી તે સ્વતંત્ર રીતે ચાલી શકે છે અને પોતાનું સંચાલન કરી શકે છે. જેપી નડ્ડાની આ ટિપ્પણીથી રાજકીય વર્તુળોમાં વાતાવરણ ગરમાયું છે.

ભાજપને હવે આરએસએસની જરૂર નથી

કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને NCP પ્રમુખ શરદ પવાર અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. ઠાકરેએ કહ્યું, “જેપી નડ્ડાને લાગે છે કે ભાજપને હવે આરએસએસની જરૂર નથી.” આરએસએસ તેના શતાબ્દી વર્ષમાં પણ સંકટમાં છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ મારી પાર્ટીને નકલી સેના કહી છે. આવતીકાલે તેવો આરએસએસને પણ નકલી કહેશે અને તેના પર પ્રતિબંધ લગાવશે.

ચૂંટણીના પરિણામો આવવા દો

તેમણે રાજ્યભરમાં તેમની ઘણી ચૂંટણી રેલીઓમાં પીએમ મોદીએ કેવી રીતે તેમની પાર્ટી શિવસેના (યુબીટી) અને એનસીપી ને ‘બનાવટી’ ગણાવી તેના પર સખત નારાજગી વ્યક્ત કરી. ઠાકરેએ કહ્યું કે ચૂંટણીના પરિણામો 4 જૂને આવવા દો. ત્યારે તેમને ખબર પડશે કે અસલી સેના કોણ છે અને નકલી કોણ છે. તેમણે કહ્યું કે બાળાસાહેબ ઠાકરે હંમેશા સંકટ સમયે નરેન્દ્ર મોદીની સાથે મક્કમતાથી ઉભા રહ્યા. હવે એ જ નરેન્દ્ર મોદી તેમની પાર્ટીને નકલી ગણાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button