આમચી મુંબઈ

રૂ. પાંચ લાખની માગી લાંચ: સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ

મુંબઈ: કંપનીના માલિક પાસેથી રૂ. પાંચ લાખની લાંચ માગવા બદલ દહિસર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગુનો દાખલ કર્યો હતો.

ફરિયાદીની કંપનીના નામનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હોવાથી ફરિયાદી બેન્કમાં જઇને તપાસ કરી હતી. એ સમયે બેન્કના કર્મચારીએ તેને દહિસર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રાજેશ ગુહાડેનો મોબાઇલ નંબર આપીને તપાસ કરવા કહ્યું હતું. આથી ફરિયાદી સબ-ઇન્સ્પેક્ટરને મળ્યો હતો. એ સમયે ગુહાડેએ તેને કહ્યું હતું કે તમારી વિરુદ્ધ અમને ફરિયાદ મળી છે અને તમારી સામે ગુનો દાખલ કરવામાં આવશે.

દરમિયાન ગુનો દાખલ ન કરવા માટે ગુહાડેએ ફરિયાદી પાસે રૂ. પાંચ લાખની ખંડણી માગી હતી, જેને પગલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીના અધિકારીઓએ આ પ્રકરણે તપાસ કર્યા બાદ ગુરુવારે છટકું ગોઠવ્યું હતું અને ગુહાડે વતી લાંચ લેવા માટે આવેલા ગૌર મિશ્રાને ઝડપી પાડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button