આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

રોહિત શર્મા વિશે નક્કી થઈ ગયું, મુંબઈ ઇન્ડિયન્સે સૌનાં દિલ જીતી લેતું નિવેદન આપ્યું…

મુંબઈ: 2024ની આઇપીએલમાં હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)નો કૅપ્ટન બનાવાતાં હાર્દિક તો ચર્ચાના ચકડોળે ચડ્યો જ હતો, રોહિત શર્માનું એમઆઇની ટીમમાંનું ભાવિ ડગમગી ગયું હતું. એમાં વળી એમઆઇની ટીમ સાવ તળિયે (10મા નંબરે) રહી એટલે ચર્ચા વધુ ઉગ્ર બની હતી. જોકે 2025ની આઇપીએલ માટે આ વર્ષના અંતમાં યોજાનારા મેગા ઑક્શન પહેલાં એમઆઇ તરફથી મોટું નિવેદન બહાર આવ્યું છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે રોહિત એમઆઇ સાથે જ જોડાયેલો રહેશે.

આ પણ વાંચો : Rohit Sharma અને Ritika Sharma ટૂંક સમયમાં જ ફેન્સને આપશે Good News?

એક જાણીતી ન્યૂઝ ચૅનલના અહેવાલ અનુસાર ભારતને જૂનમાં ટી-20 વર્લ્ડ કપ જિતાડનાર રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સથી અલગ નહીં થાય, રોહિતને એમઆઇ રીટેન કરશે.

આ પણ વાંચો : આ ‘શરત’ પર IPL 2025માં રમશે MS ધોની, શું BCCI આપશે મંજૂરી?

આ પહેલાં, રોહિતનું નામ લખનઊ સુપર જાયન્ટ્સ સહિત કેટલીક ટીમો સાથે લેવામાં આવતું હતું, પરંતુ હવે એ ચર્ચા પૂરી થઈ જશે એવું કહી શકાય.

આ પણ વાંચો : IPL: LSG રોહિત શર્મા પર રૂ.50 કરોડનો દાવ લગાવશે! જાણો LSGના માલિક સંજીવ ગોએન્કાએ શું કહ્યું

ચૅનલનો અહેવાલ માની લઈએ તો એમઆઇના ફ્રૅન્ચાઇઝીએ જણાવ્યું છે કે રોહિત શર્મા એમઆઇ નથી છોડી રહ્યો, તે એમઆઇ પરિવારનો મહત્ત્વનો હિસ્સો છે.

અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે રોહિત અને એમઆઇ વચ્ચે વાતચીત થઈ છે અને બધુ નક્કી થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે મેગા ઑક્શન પહેલાં દરેક ટીમ વધુમાં વધુ ચાર ખેલાડીને રીટેન કરી શકશે. બાકીના તમામ ખેલાડીઓને હરાજી માટે રિલીઝ કરી દેવા પડશે. જોકે આ નિયમમાં ફેરફાર સંભવ છે. ઘણી ટીમોએ માગણી કરી છે કે રીટેન કરવા વિશેની સંખ્યા વધારવી જોઈએ. કહેવાય છે કે ચારને બદલે પાંચ ખેલાડી રીટેન કરવાની છૂટ અપાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button