MI vs RR: વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને હાર્દિક પંડ્યા થઈ રહ્યા હતા ટ્રોલ, રોહિત શર્માએ કર્યું ડેમેજ કંટ્રોલ
IPL 2024આમચી મુંબઈસ્પોર્ટસ

MI vs RR: વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને હાર્દિક પંડ્યા થઈ રહ્યા હતા ટ્રોલ, રોહિત શર્માએ કર્યું ડેમેજ કંટ્રોલ

IPL 2024ની 14 મી મેચ મુંબઈના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી, પરંતુ મુંબઈમાં સીઝનની આ પહેલી મેચ હતી. આવી સ્થિતિમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને જબરજસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ મુંબઈ ઇન્ડિયન પ્રથમ વખત પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી હતી. એક સમય હતો જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો કોઈપણ કિંમતે તેમની ટીમને સમર્થન આપતા હતા, પરંતુ જ્યારથી રોહિત શર્મા પાસેથી તેમની કપ્તાની છીનવી લઈને હાર્દિક પંડ્યા ને આપવામાં આવી છે ત્યારથી મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ ઘણા નારાજ છે અને તેઓ હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવવાની એક પણ તક જવા દેતા નથી. જોકે હીટમેન રોહિત શર્માએ આ ધમાલ ને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

રોહિત શર્મા જ્યારે બાઉન્ડ્રીની નજીક ઉભો છે ત્યારે લોકો રોહિત, રોહિત બૂમો પાડી રહ્યા હતા અને હાર્દિકને ટ્રોલ કરી રહ્યા હતા. તે સમયે રોહિતે તેના ફેન્સને શાંત રહેવા માટે વિનંતી કરી હતી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમ પ્રથમ ત્રણ મેચ હારી ગઈ છે. ટીમે એના હોમગ્રાઉન્ડ ઉપર ત્રીજી મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું હોવાથી તેના ચાહકો પણ ઘણા ગુસ્સામાં હતા. તેઓ હાર્દિકનો હુરિયો બોલાવી રહ્યા હતા.

રોહિત શર્માએ લોકોને શાંત કરવાનો અને અટકાવવાનો પ્રદર્શન પ્રયાસ કર્યો હતો, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના ખરાબ પ્રદર્શનને કારણે લોકો ચૂપ રહ્યાં ન હતા. રોહિતે આવા સમયે લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકો થોડા સમય માટે શાંત પણ થઈ ગયા પરંતુ મુંબઈની ટીમની આટલી ખરાબ હાલત તેવો જોઈ શક્યા નહોતા અને સ્ટેડિયમની બહાર નીકળી ગયા હતા. સામાન્ય રીતે મુંબઈમાં જ મુંબઈ ઈન્ડીયન્સની મેચ હોય અને લોકો આમ સ્ટેડિયમની બહાર જતા રહે તેવું થતું નથી. જોકે, લોકો રોહિતની પ્રશંસા કરી રહ્યા હતા.

કેપ્ટન હાર્દિક પંડ્યા માટે આવનારો સમય પડકારોથી ભરેલો રહેશે કારણ કે તેનું પ્રદર્શન પણ રહ્યું સારું રહ્યું નહોતું. હવે જોવાનું એ રહે છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સને હારની હેટટ્રીકમાંથી બહાર કેવી રીતે લાવે છે.

Back to top button