આટલા વિજેતાના મતોનો આંકડો એકસરખો ? હવે રોહિત પવારે કર્યા EVM પર આક્ષેપો
મુંબઈઃ મહાયુતીની જીત સૌને ઊડીને આંખે વળગે તેવી છે. ચૂંટણીમાં એક પક્ષ જીતે હારે તે સામાન્ય છે, પરંતુ જે રીતે કૉંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (યુબીટી)ના સૂપડાં સાફ થયા તે જોતા જનતાનો કોલ એકતરફી હોવાનું બહાર આવ્યું છે જે સ્વાભાવિક રીતે હારેલા પક્ષોને ગળે ઉતરે તેમ નથી.
વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી મહાવિકાસ આઘાડીના પક્ષો આને અમાન્ય કે આશ્ચર્યજનક કહી રહ્યા છે. આ માટે ઈવીએમ મશીનની વિશ્વસનીયતા પણ સવાલો ઉઠ્યા છે ત્યારે એનસીપી (શરદ પવાર)ના પક્ષના વિધાનસભ્ય રોહિત પવારે એક ટ્વીટ કરી છે અને ઈવીએમ સામે સવાલો ઊભા કર્યા છે. ટ્વીટમાં તેણે અમુક આંકડા મૂક્યા છે અને ચૂંટણી પંચને સવાલો કર્યા છે.
गुजराती #EVM च्या विळख्यात महाराष्ट्राची लोकशाही अडकली का?
नाशिक जिल्ह्यातील विधानसभा मतदारसंघातील विजयी उमेदवारांना मिळालेली मते जवळपास सारखीच कशी? एका सामान्य नागरिकाने सदरील आकडेवारी पाठवत विचारलेला हा प्रश्न नक्कीच विचार करायला भाग पाडतो.
निवडणूक आयोग तर समोर येऊन काय खरं -… pic.twitter.com/28KhULcQ8t— Rohit Pawar (@RRPSpeaks) November 26, 2024
રોહિત પવારે X પર એક પોસ્ટમાં કહ્યું, મહારાષ્ટ્રની લોકશાહી ગુજરાતી ઈવીએમની જાળમાં ફસાઈ ગઈ છે? નાશિક જિલ્લા વિધાનસભા મતવિસ્તારમાં વિજેતા ઉમેદવારોને મળેલા મત લગભગ સમાન છે એ કઈ રીતે બને? આ ડેટા સાથે સામાન્ય નાગરિક દ્વારા પૂછવામાં આવેલો આ પ્રશ્ન ચોક્કસપણે વિચારવા યોગ્ય છે. આ સાથે તેમણે વિજેતા ઉમેદવારોના નામ અને તેમને મળેલા વોટ પણ આપ્યા છે.
Also Read – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો ગરમાટો દિલ્હીમાં પણ, શિંદેના સાંસદો પીએમને મળવા દોડ્યા
કમિશન જનભાવનાઓને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ સ્પષ્ટતા કરશે, અમને આશા છે!
અગાઉ પણ સોશિયલ મીડિયામાં પરિણામોને લઈને ઈવીએમ સામે સવાલો ઊભા થયા છે.