આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શરદ પવારે કરી એક ઉમેદવારની જાહેરાત

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને એવું લાગે છે કે શરદ પવારે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે હવે મહારાષ્ટ્રમાંથી પ્રથમ ઉમેદવારની જાહેરાત કરી છે. શરદ પવારે તાસગાંવ-કવથે મહાંકલ વિધાનસભા ક્ષેત્રમાંથી રોહિત પાટિલને સમર્થન આપવાની લોકોને અપીલ કરી છે.

શરદ પવાર સાંગલીની મુલાકાતે હતા ત્યારે તેમણે તાસગાંવમાં આરઆર પાટીલની સમાધિના દર્શન કર્યા હતા. શરદ પવારે કહ્યું હતું કે, વિધાનસભ્ય સુમંતાઈ પછી હવે રોહિત પાટીલની સાથે ઉભા રહો, રોહિતને તાકાત આપો, અમે તમારી તમામ સમસ્યાઓ હલ કરીશું.

રોહિત પાટિલના જન્મ દિવસથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે હવે તાસગાંવ-કવથે મહાંકલ વિધાનસભા ક્ષેત્રમાંથી રોહિત પાટિલ ચૂંટણી લડશે અને હવે શરદ પવારે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે રોહિત પાટિલ અહીંથી ચૂંટણી લડશે. સુમનતાઈ પાટીલ હાલમાં તાસગાંવના ધારાસભ્ય છે અને તેમના પહેલા આ મતવિસ્તારનું નેતૃત્વ આર.આર. પાટિલ કરતા હતા.

તેમણે ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે જનતાએ ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. જો તેમને મહારાષ્ટ્રમાં સત્તા પરથી હટાવવા હોય તો લોકોએ સાથે આવવું જોઇએ. અમે સામાન્ય પરિવારના નિલેશ લંકેને તક આપી અને હવે તેઓ લોકસભામાં છે.

લોકસભાની ચૂંટણીમાં મોદીએ અબકી બાર 400 પારનું સૂત્ર આપ્યું હતું, પણ મહારાષ્ટ્રમાંથી પણ તેમને આંચકાજનક પરિણામ મળ્યા. નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધીની ઘણી ટીકા કરી, પણ લોકોએ તેમની વાતો સ્વીકારી નહી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button