રોહિત શર્માની ચાર કરોડ રૂપિયાવાળી લંબોર્ગિની મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ! | મુંબઈ સમાચાર
આમચી મુંબઈસ્પોર્ટસ

રોહિત શર્માની ચાર કરોડ રૂપિયાવાળી લંબોર્ગિની મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ!

મુંબઈઃ ભારતની વન-ડે સિરીઝને હજી ઘણો સમય બાકી છે એટલે ટી-20 તથા ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો રોહિત શર્મા (Rohit Sharma) પરિવાર સાથે લાંબા વેકેશનની મોજ માણી રહ્યો છે, પરંતુ તેને ચાર કરોડ રૂપિયાની કિંમતની લંબોર્ગિની (Lamborghini)માં બેસીને મુંબઈના માર્ગો પર પ્રવાસ કરતી વખતે એક કડવો અનુભવ થયો જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.

હિટમૅન રોહિતનો તાજેતરનો જે વીડિયો વાઇરલ થયો એમાં જોવા મળ્યું કે તેની આ મોંઘીદાટ કાર (Car) શનિવારે ટ્રાફિક જૅમ (Traffic jam)માં ફસાઈ ગઈ હતી. એક ચાહકે તેને ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો જોયો ત્યારે તેને બૂમ પાડી હતી. રોહિતે તેને અવગણવાનું પસંદ કરવાને બદલે તેને થમ્બ્સ-અપના સંકેતથી ` હાઇ’ કર્યું હતું.

આપણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્માએ પહેરેલી ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું; આટલા કરોડ છે કિંમત

રોહિતે તાજેતરમાં જ લંબોર્ગિની ખરીદી છે. લાલ રંગની આ કાર (ઉરુસ એસઇ) લઈને વરસાદની મોસમમાં મુંબઈમાં સફર કરવાનું રોહિતને સારું સૂઝ્યું તો હતું, પરંતુ તે સામાન્ય કાર-ચાલકની જેમ ટ્રાફિકમાં અટવાઈ ગયો હતો. તેની આ મૉડેલની કારની ગણના વિશ્વની ફાસ્ટેસ્ટ સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી)માં થાય છે.

https://twitter.com/rushiii_12/status/1958975876391215272

લંબોર્ગિનીનો નંબર 3015 કેમ?

રોહિત શર્માએ કારના કલેક્શનમાં ચાર કરોડ રૂપિયાની જે લંબોર્ગિનીનો ઉમેરો તાજેતરમાં કર્યો એનો નંબર 3015 છે. આ નંબર તેણે તેની પુત્રી સમાઇરાની જન્મ તારીખ (30 ડિસેમ્બર) અને પુત્ર અહાનના બર્થ-ડે (15 નવેમ્બર) પરથી રખાવ્યો હોવાનું મનાય છે.

બન્ને નંબરનો સરવાળો (30+15) 45 થાય છે અને યોગાનુયોગ મેદાન પર તે 45 નંબરની ઇન્ડિયા જર્સી પહેરીને જોવા મળતો હોય છે.

આપણ વાંચો: સદી પૂરી કરવા યશસ્વીને રોહિત શર્માએ આપ્યું હતું પ્રોત્સાહન; સ્ટેન્ડમાંથી કર્યો હતો આવો ઈશારો

વન-ડે પણ કોહલી સાથે મળીને છોડશે?

ટી-20માં ભારતને (2024માં) વર્લ્ડ કપની ટ્રોફી અપાવનાર રોહિત શર્મા હવે વન-ડે સિરીઝ વખતે જ અને આઇપીએલમાં જ મેદાન પર જોવા મળશે. તે 2027ના વન-ડે વિશ્વ કપ સુધી રમતો રહેશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે.

રોહિત અને વિરાટ કોહલીએ 2024માં એક જ અરસામાં ટી-20 ઇન્ટરનૅશનલ છોડી હતી અને 2025માં ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી. હવે તેઓ વન-ડેમાંથી પણ સાગમટે નિવૃત્તિ લેશે કે શું એવો ડર તેમના અસંખ્ય ચાહકોને સતાવતો હશે. વન-ડેમાં રોહિતના 264 રન વર્લ્ડ રેકૉર્ડ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button