RIL AGM 2025: મુકેશ અંબાણીની જાહેરાતથી લોકો ખુશખુશાલ, જીયોનો આઈપીઓ આવશે...
આમચી મુંબઈ

RIL AGM 2025: મુકેશ અંબાણીની જાહેરાતથી લોકો ખુશખુશાલ, જીયોનો આઈપીઓ આવશે…

મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની કંપની જીયોના આઈપીઓની જાહેરાત કરી રોકાણકારોને સરપ્રાઈઝ આપી છે. જોકે આ આઈપીઓ 2026ની પહેલા છ માસિકમાં આવશે. રિલાયન્સની એજીએમમાં આ જાહેરાત કરવામાં આવી.

તે પહેલા જીયો સંભાળતા આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે જીયો ગ્રાઙકોની સંખ્યા 50 કરોડના ફીગરને પાર કરી ગઈ છે. તેણે એમ પણ જણાવ્યું કે જીયો થોડા સમયમાં જ ઈન્ટરનેશનલ ઑપરેશન્સ શરૂ કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ની 48મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધન આપતી વખતે કંપનીના CMD મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો લાંબા સમયથી આ જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.

મુકેશ અંબાણીએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે જીયો તેના આઈપીઓ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીનું લક્ષ્ય 2026 ના પહેલા ભાગ સુધીમાં જિયોને લિસ્ટ કરવાનું છે. તેમમે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બધા રોકાણકારો માટે આ એક સારી તક સાબિત થશે.

રિલાયન્સ જિયોએ કંપનીના ગ્રાહકોની સંખ્યા 50 કરોડ કરતા પણ વદારે છે. અંબાણીએ શેરધારકો અને ગ્રાહકોનો આ તકે આભાર પણ માન્યો. તેમણે જીયોએ લોકોને જે સુવિધાઓ આપી છે.

તેમા વોઇસ કોલ મફત બનાવવા, ડિજિટલ પેમેન્ટ્સ, આધાર, UPI, જન ધન જેવા ડિજિટલ પ્લેટફોર્મને જીવંત કરી દીધા અને સ્ટાર્ટ અપ્સ માટેની એક ઈકો સિસ્ટમ તૈયાર કરી છે. જોકે લોકોને હવે જીયોના આઈપીઓની પ્રતીક્ષા રહેશે તે નક્કી છે.

આ પણ વાંચો…2030 સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બમણી કરવાનો મુકેશ અંબાણીનો પ્લાન, રોકાણકારોને થશે ફાયદો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button