પાલઘરમાં ફરી મરાઠીવાદઃ રિક્ષાચાલકને શિવસેનાના કાર્યકરોએ માર માર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લીધે ગમે ત્યારે હિંસક ઘટનાઓ પણ ઘટતી હોય છે. તાજેતરમાં જ મીરા-ભાયંદરમાં એક વેપારીને માર મારવાની ઘટના ઘટી હતી, હવે પાલઘરમાં એક રિક્ષા ચાલકને શિવસેના (યુબીટી)ના કથિત કાર્યકરોએ માર માર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, પરંતુ કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ થઈ નથી.
મળતી માહિતી અનુસાર પાલઘરમાં આ રિક્ષાવાળાએ અગાઉ મરાઠી ભાષા અને સંસ્કૃતિ વિશે અજુગતું બોલ્યું હતું. શિવસેનાના કાર્યકરોએ તેને માર માર્યો હતો અને તેની પાસે માફી પણ મંગાવી હતી.
આ પણ વાંચો: ઠાકરે મહારાષ્ટ્રના નથી, મગધથી આવ્યા છે, હવે મરાઠી મુદ્દે રાજકારણ કરે છે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
આ અંગે પોલીસ અધિકારીએ મીડિયાને આપેલી માહિતી અનુસાર આ ઘટના શનિવારે બની હતી, પરંતુ બન્ને પક્ષમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી.
થોડા દિવસો પહેલા પ્રાથમિક ધોરણોમાં હિન્દી ભાષા ફરજિયાત બનાવવાનો સખત વિરોધ થયો હતો અને રાજ્ય સરકારે આ નિર્ણિય પરત ખેંચવો પડ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ફરી મરાઠી માણૂસનો મુદ્દો ઊભો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ થાય છે.