મહાયુતી તૂટવાની અણીએ? રાણે ભાઈઓ એકબીજાના પક્ષો પર કર્યા પ્રહાર, મુટકુલેએ કર્યો મોટો દાવો

મુંબઈ: મહારાષ્ટ્રમાં આવતા મંગળવારે 2 ડિસેમ્બરે મ્યુનિસિપલ કાઉન્સિલ ચૂંટણીઓ યોજાવાની છે, એ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચેલો છે. મહારાષ્ટ્રના સત્તાધારી ગઠબંધનમાં મતભેદોના સતત અહેવાલો મળી રહ્યા છે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ કથિત રીતે એક બીજા સામે ટીપ્પણી કરી ચુક્યા છે. એવામાં રાણે ભાઈઓએ પણ એક બીજા સામે નિવેદનો આપી રહ્યા છે. જેને કારણે ગઠબંધનમાં ચાલી રહેલો વિખવાદ વધુ ઉજાગર થયો છે.
શિવસેના(એકનાથ શિંદે જૂથ)ના વિધાનસભ્ય નીલેશ રાણેએ બુધવારે દાવો કર્યો હતો કે સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં ભાજપના કાર્યકર વિજય કેનવાડકરના ઘરે મોટી માત્રામાં રોકડ રૂપિયા મળી આવ્યા હતાં, આ રૂપિયા તેઓ મતદારોમાં વહેંચવાના હતાં. તેમણે જણાવ્યું કે તેમણે જાતે સ્ટિંગ ઓપરેશન કરીને આનો પર્દાફાશ કર્યો છે.
નિલેશે રાણેએ એમ પણ જણાવ્યું કે અન્ય આઠથી દસ અન્ય ઘરોમાં પણ રોકડ રૂપિયા મળી આવ્યા હતાં. તેમણે વીડિયો સાથેના પુરાવા હોવાનો પણ દાવો કર્યો. તેમણે એવો પણ દાવો કર્યો કે ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે કોંકણ પ્રદેશની મુલાકાત લીધા બાદ આ રૂપિયા મળી આવ્યા હતા.
નિલેશે રાણેએ કહ્યું કે, “ચૂંટણી લડવાની આ રીત નથી.”
કેનવાડકરે આરોપો નકાર્યા:
ભાજપના કાર્યકરા વિજય કેનવાડકરે નિલેશે રાણેએ લગાવેલા આરોપોને નકારી કાઢ્યા હતાં. તેમણે સ્પષ્ટતા કરી કે નાણા તેમના બિઝનેસ માટે હતાં, તેનો ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
નિતેશ રાણે આપ્યો વળતો જવાબ:
વિજય કેનવાડકરનું સમર્થન કરતા ભાજપના વિધાન સભ્ય અને રાજ્યના કેબિનેટ પ્રધાન નિતેશ રાણે એ તેમના મોટા ભાઈ નિલેશ રાણે અંગે કહ્યું, “અમે રાજકારણ સાથે જોડાયેલા લોકો છીએ, પરંતુ અમારું ખાનગી જીવન અને વ્યવસાય પણ છે. વિજય ભાજપના કાર્યકર્તા તો છે જ, સાથે એક ઉદ્યોગપતિ પણ છે. શું તેના માટે ઘરમાં રોકડ રાખવી એ ગુનો છે?”
નિતેશ રાણેએ રવિન્દ્ર ચવ્હાણ પર નીલેશ રાણેએ લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને શિવસેના પર ગંદુ રાજકારણ રમવાનો આરોપ લાગાવ્યો.
નિતેશ રાણેએ કડક ચેતવણી આપતા કહ્યું, “હમામમે સબ નંગે હૈ.”
નોંધનીય છે કે નીલેશ રાણે અને નીતેશ રાને કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ નારાયણ રાણેના દીકરા છે. નિલેશ રાણે 2024ની લોકસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા.
તાનાજી મુટકુલેના શિવસેના પર આરોપ:
નોંધનીય છે કે ભાજપના વિધાનસભ્ય તાનાજી મુટકુલેએ પણ તાજેતરમાં શિવસેના પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. તેમણે કહ્યું કે વિધાનસભ્ય સંતોષ બાંગરે 2022 માં પાર્ટીના વિભાજન દરમિયાન એકનાથ શિંદે જૂથમાં જોડાવા માટે 50 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
આ પણ વાંચો…મહાયુતિમાં તિરાડ! શિવસેનાએ એક જ પરિવારના 6 સભ્યોને ટિકિટ આપતા ભાજપ નારાજ,



