અપહરણ બાદ સગીરા પર એસિડ ફેંકવાની ધમકી આપી: રિક્ષાચાલક સામે ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લામાં 17 વર્ષની સગીરાનું અપહરણ કરવા અને જો તે અન્ય વ્યક્તિ સાથે સંબંધ ચાલુ રાખે તો તેના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપવા બદલ 28 વર્ષના રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર કલ્યાણ-શિળ રોડ પર વિક્કો નાકા નજીક શનિવારે સવારે 10 વાગ્યે આ ઘટના બની હતી. રિક્ષાચાલક નિતેશ ગાયકવાડે જબરજસ્તીથી સગીરાને પોતાની રિક્ષામાં ખેંચી હતી. તેનો હેડફોન આંચકીને બહાર ફેંકી દીધો હતો. ગાયકવાડે રિક્ષા હંકારતા પહેલાં સગીરાનું માથું લોખંડના સળિયા સાથે અફાડ્યું હતું.
આ પન વાચો : સાથીની હત્યા: થાણેમાં પ્લમ્બરને આજીવન કેદ
દરમિયાન થોડે દૂર ગયા બાદ ગાયકવાડે વૃક્ષ નીચે રિક્ષા થોભાવી હતી અને સગીરાનું ગળું દબાવી અન્ય પુરુષ સાથે સંબંધ જાળવવાનો તેના પર આરોપ મૂક્યો હતો. ગાયકવાડે સગીરાને પોતાના સંપર્કમાં રહેવાનું કહ્યું હતું અને જો તે આમ ન કરે તો તેના શિક્ષણમાં વિઘ્ન ઊભું કરવાની અને ચહેરા પર કેમિકલ ફેંકવાની ધમકી આપી હતી.
અપહરણ બાદ સગીરા પર હુમલો કરવા અને તેને ધમકી આપવા બદલ તેમ જ પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગાયકવાડ સામે ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ