રિક્ષાવાળો બન્યો સંગીતનો દિવાનો, ગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
મુંબઈ: આજકાલ ઇન્ટરનેટના યુગમાં દરેક વ્યક્તિ પાસે પોતાનો છુપો ટેલેન્ટ દુનિયા સમક્ષ રજૂ કરવામાં માટે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. રીલ્સ અને ટ્રેન્ડસને લીધે અવારનવાર અનેક આવા વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રહે છે. થોડાક વર્ષો પહેલા રાનું મોંડલનો લતા મંગેશકરે ગાયેલું ગીત યે પ્યાર કા નગમાં હે આ ગીત ગાતાનો વિડિયો પણ ખુબજ વાઇરલ થયો હતો.
હવે મુંબઈના રસ્તાઓ પર નીકળેલા એક રિક્ષાવાળાના આવા જ એક વિડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે જેને લોકોનું દિલ જીતી લીધું છે. વાઇરલ થઈ રહેલા વિડિયોમાં એક રિક્ષાચાલક ચાલુ રિક્ષામાં લાઈવ કોન્સર્ટ કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ આ રિક્ષામાં લાગેલી રંગ-બેરંગી લાઇટિંગ અને રિક્ષા પાછળ લખેલી લાઈનોએ પણ દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.
વાઇરલ થઈ રહેલી આ રીલમાં જોવા મળી રહ્યું છે કે રિક્ષાની પાછળ મોટા અક્ષરોમાં વિશ યુ હેપ્પી બર્થડે અને અનેક બીજા નામો પણ લખવામાં આવ્યા છે. વિડિયોમાં રિક્ષા ચાલક એક સુંદર સ્માઇલ આપતા લેજન્ડ્રી ગાયક મોહમ્મદ રફીનું ખોયા હુઆ ચાંદ આ ગીત ગાતા ગાતા રીક્ષા ચલાવી રહ્યો છે.
રિક્ષાચાલક ચાલતી રિક્ષામાં ગીત ગાતો હોવાનો વિડિયો ફેમસ સંગીતકાર અમિત ત્રિવેદીએ પણ શેર કર્યો છે. આ રિક્ષાચાલકના વિડિયોને કેપ્શન આપતા અમિત ત્રિવેદીએ લખ્યું મુંબઈના આ રસ્તાઓ પર સાચ્ચા પેશનની એક ઝલખ દેખાઈ. આ મહાશયે પોતાની રિક્ષાને લાઈવ કોન્સર્ટ સ્ટેજમાં ફેરવી મૂક્યું છે જે જોઈને મારૂ દિલ ખુશ થઈ ગયું છે. આ વિડિયોએ ખરેખર મારો દિવસ સુધારી દીધો છે અને મને આશા છે કે તમને પણ એવુજ લાગશે.
રિક્ષામાં લાઈવ કોન્સર્ટના આ વિડિયોને અત્યાર સુધીમાં 26 લાખ વ્યુઝ અને 22 લાખ લાઇક મળી ચૂક્યા છે, જેના પર નેટિઝન્સ જુદી જુદી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આપણે અંદરથી કઈક જુદા છે અને બહારથી મજબૂર. તો બીજા એ લખ્યું આ વાત સારી છે પણ ડ્રાઇવિંગ કરતી વખતે ગીત ગાવું જોખમી છે.