બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: રિક્ષાચાલકની ધરપકડ... | મુંબઈ સમાચાર

બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: રિક્ષાચાલકની ધરપકડ…

થાણે: થાણે જિલ્લામાં નવ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા પ્રકરણે 29 વર્ષના રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : નવી મુંબઈમાં સેક્સ રૅકેટ: બાંગ્લાદેશી સહિત બે મહિલાની ધરપકડ

બાળકના પિતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તેને ગુરુવારે ભિવંડીથી તાબામાં લીધો હતો.

આરોપી ગુરુવારે બપોરે પીડિત તથા શાળાના અન્ય બાળકોને રિક્ષામાં ઘરે લઇ જઇ રહ્યો હતો ત્યારે ધોબીતળાવ વિસ્તારમાં પાર્ક પાસે તેણે રિક્ષા રોકી હતી. તેણે અન્ય બાળકોને રમવા જવા માટે કહ્યું હતું, જ્યારે પીડિતને રિક્ષામાં રોકી રાખ્યો હતો.

આ પણ વાંચો : વિદ્યાર્થિનીનો પીછો કરીને વિનયભંગ કરવા બદલ યુવક સામે ગુનો…

આરોપીઓ બાદમાં પીડિત સાથે રિક્ષામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પીડિતે ઘરે જઇ તેનાં માતા-પિતાને તમામ હકીકત જણાવી હતી, જેને પગલે તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button