રિક્ષા-ટેક્સીચાલકો મીટર રિકેલિબ્રેશન નહીં કરે તો દંડ થશે, જાણો ડેડલાઈન?

મુંબઈઃ મુંબઈમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં રિક્ષા-ટેક્ષીના ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. નવા ભાડાં પ્રમાણે મીટરમાં સુધારો (રિકેલિબ્રેશન) કરવાનું જરૂરી હોય છે, પરંતુ મુંબઈમાં હજી ૭૦ ટકા રિક્ષા, ટેક્સીચાલકોના રિકેલિબ્રેશન પૂર્ણ થયું છે અને ૩૦ ટકા હજુ બાકી છે. રિકેલિબ્રેશન કરાવવાની અંતિમ તારીખ ૩૧ મે આપવામાં આવી હતી, ત્યાર બાદ પહેલી જૂનથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ઇંધણ ખર્ચ, વાહનનું સમારકામ, વાહન માટેની લોન પર વધેલા વ્યાજદરને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ટેક્સી-રિક્ષા સંગઠને ભાડાં વધારવાની માંગણી કરી હતી. પહેલી ફેબ્રુઆરીથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમએમઆરટીએ)એ તેને મંજૂરી આપી હતી. તે મુજબ રિક્ષાનું લઘુતમ ભાડું ૨૬ રૂપિયા અને ટેક્સીનું ૩૧ રૂપિયા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: હવે ‘મરાઠી’માં જ દસ્તાવેજો! ટેક્સી અને રિક્ષા ડ્રાઇવર્સ માટે મહત્ત્વની News
રિકેલિબ્રેશન થાય નહીં ત્યાં સુધી જૂના મીટર પ્રમાણે ભાડાં વસુલવાની સૂચના આપવામાં આવી હતી. મુંબઈ મહાનગરમાં લગભગ 4.62 લાખથી વધુ રીક્ષા ટેક્ષી છે જેમાંથી ૭૦ ટકાનું રિકેલિબ્રેશન પૂર્ણ થઇ ગયું છે. રિકેલિબ્રેશન કરવાની અંતિમ તારીખ ૩૧ મે છે,ત્યાર બાદ દૈનિક 50 રૂપિયાથી લઈને 5,000 સુધી દંડ વસુલવામાં આવી શકે છે.