આમચી મુંબઈ
નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે 19 લાખની ઠગાઇ: સાત વિરુદ્ધ ગુનો

થાણે: થાણે જિલ્લામાં ફ્લેટ અપાવવાને નામે મુંબઈના નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે 19 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે સાત જણ સામે ગુનો દાખલ કરાયો હતો.
કલ્યાણના બાઝારપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં નિવૃત્ત પોલીસ કર્મચારીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ તેને નિર્માણાધીન ઇમારતમાં ફ્લેટ અપાવવાનું વચન આપ્યું હતું. તેમણે ફરિયાદી પાસેથી 21 લાખ રૂપિયા લીધા હતા.
દરમિયાન આરોપીઓએ બે લાખ રૂપિયા પાછા કર્યા હતા, જ્યારે બાકીના 19 લાખ તેમણે આપ્યા નહોતા અને ફ્લેટ પણ અપાવ્યો નહોતો. 2018થી મે, 2025 દરમિયાન ફરિયાદી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. એક આરોપીએ ફરિયાદીને બોગસ હસ્તાક્ષર સાથેનો ચેક આપ્યો હતો, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
(પીટીઆઇ)
આ પણ વાંચો…આઇપીએસ ઓફિસર રશ્મી કરંદીકરના પતિની રૂ. 24 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ