આમચી મુંબઈમહારાષ્ટ્ર

મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન પર શરુ કરાઈ મોટી સુવિધા, જાણો શું છે?

મુંબઈઃ જૂની ટ્રેનના કોચને મોડિફાય કરીને આધુનિક બનાવવાની સાથે તેનો ઉપયોગ કરવાનો કીમિયો કામે લાગી ગયો છે, તેમાંય વળી ફૂડ ચેઈન માટે ઉપયોગ કરવાના વિચારને રેલવે સુપેરે અજમાવી રહી છે. મધ્ય રેલવેના વ્યસ્ત રેલવે સ્ટેશનો પર રેસ્ટોરાં ઓન વ્હીલ્સ (Restaurant on Wheels) એટલે ફૂડ રેસ્ટોરાં શરુ કરવામાં આવી રહી છે, જેમાં હવે વધુ એક ગીચ સ્ટેશન એટલે દાદર ટર્મિનસ ખાતે શરુ કરવામાં આવી છે.

મધ્ય રેલવેમાં ગીચ સ્ટેશન પૈકીના એક દાદર સ્ટેશન ખાતે દાદર દરબાર ખોલવા માટે સૌથી વધુ પ્રવાસીઓની અવરજવરનું કારણ પણ જવાબદાર છે. દાદર રેલવે સ્ટેશને ખોલવામાં આવી છે, તેથી તેનું નામ પણ દાદર દરબાર રાખવામાં આવ્યું છે, જ્યાં એકસાથે 70થી વધુ લોકો બેસીને લંચ-ડિનર સાથે હળવા નાસ્તો પણ પરિવાર સાથે કરી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: આવતીકાલે મધ્ય રેલવે પર ત્રણેય લાઈન પર બ્લોક…

દાદર રેલવે સ્ટેશને શરુ કરવામાં આવેલી આ રેસ્ટોરાં ઓન વ્હીલ્સને શરુ કરવામાં આવતા રેલવેને પણ વર્ષે 15.59 લાખ રુપિયાની આવક થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જૂની મેલ-એક્સપ્રેસના કોચની કાયાપલટ જાણીતા ઈન્ટિરિયર ડિઝાઈનર દ્વારા કરવામાં આવી છે, જ્યારે આગામી વર્ષોમાં મધ્ય રેલવેના અન્ય મહત્ત્વના વ્યસ્ત રેલવે સ્ટેશને શરુ કરવામાં આવશે. મધ્ય રેલવેમાં લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી), પુણે, અમરાવતી, અકોલા અને નાગપુરમાં ચલાવવામાં આવે છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

‘દાદર દરબાર’ યા ‘રેસ્ટોરાં ઓન વ્હીલ્સ’ની ખાસિયત એ છે કે અંદરનું રાચરચિલું પણ મોહક છે, જેમાં તમે જાણે ટ્રેનમાં બેઠા હોય એવો પણ અહેસાસ થાય છે, જે 24 કલાક ચાલુ રહેશે. આ રેસ્ટોરાં ઓન વ્હીલ્સ માટે ઈ-ઓક્શન મારફત કોન્ટ્રક્ટરની પસંદગી કરવામાં આવી હતી, જેને વર્ષના 58.11 લાખના કોન્ટ્રાક્ટથી પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ પગલું પેસેન્જર ફ્રેન્ડલી હોવાની સાથે રેલવેએ આવક રળવાનો પણ મહત્ત્વનો ઉપક્રમ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…