આમચી મુંબઈ

ઘાટકોપરવાસીઓ સાવધાનઃ સુધરાઈનું પાણી પીતા પહેલા કરી લો આ મહત્વનું કામ નહીંતર…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: પૂર્વ ઉપનગરના ઘાટકોપરમાં આવેલા જળાશયનું સમારકામ મુંબઈ મહાનરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સમારકામ પૂરું થઈ ગયું હોવાથી આગામી થોડા દિવસ પાણી ડહોળું આવવાની શક્યતા છે. તેથી નાગરિકોને આગામી ૧૦ દિવસ સુધી પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની સલાહ પાલિકાએ આપી છે.

Also read : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…

ઘાટકોપર (પશ્ચિમ)માં ભટ્ટવાડી પરિસરમાં આર.બી. કદમ માર્ગ નજીક આવેલા ઘાટકોપર જળાશયમાં કમ્પાર્ટમેન્ટ-બેમાં સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જે હવે પૂરું થઈ ગયું છે. તેથી સોમવાર, ૧૭ માર્ચથી સમારકામ કરવામાં આવેલા ક્મ્પાર્ટમેન્ટ-બેમાંથી પાણીપુરવઠો ચાલુ કરવામાં આવવાનો છે. તેથી તકેદારીનાં પગલારૂપે પાલિકાએ ૧૭ માર્ચ, સોમવારથી આગામી ૧૦ દિવસ એટલે કે ગુરુવાર, ૧૭ માર્ચ સુધી પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની સલાહ આપી છે.

પાલિકાના પાણીપુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ જળાશયના કમ્પાર્ટમેન્ટ-બેનું સમારકામ પૂરું થઈ ગયું છે અને હવે કમ્પાર્ટમેન્ટ-એકનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. ઘાટકોપર પરિસરને પાણીપુરવઠો કરનારું ઘાટકોપર લો-લેવલ જળાશયમાં સ્ટ્રક્ચરલ સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ જળાશય લગભગ ૪૯ વર્ષ જૂનું છે. આ સમારકામ કરવામાં લગભગ દોઢ વર્ષનો સમય લાગ્યો છે. જેને લગભગ ૧૯૭૩ની સાલમાં બાંધવામાં આવ્યું હતું.

આ જળાશયને બે કમ્પાર્ટમેન્ટમાં વહેંચી નાખવામાં આવ્યું છે. જેમાંથી એક કમ્પાર્ટમેન્ટની ૧૧.૩૫ મિલ્યન લિટર પાણી સમાવવાની ક્ષમતા છે. આ જળાશયનું સ્ટ્રક્ચરલ સમારકામ કરવાનું આવશ્યક હોવાના સ્ટ્રક્ચરલ ઓડિટના અહેવાલ બાદ પાલિકાએ કામ હાથમાં લીધું છે. પહેલા કમ્પાર્ટમેન્ટના સમારકામમાં જળાશયમાં રહેલા ગળતર, જળાશયની દિવાલનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન, જળાશયની અંદર રહેલા પાયાનું સરકામ વગેરેનો સમાવેશ થા છે. આ કામ માટે પાલિકા નવ કરોડ ૫૩ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

Also read : મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ પર હંગામીધોરણે પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ

આ વિસ્તારના રહેવાસીઓ અલર્ટ થઈ જાવ

ઘાટકોપર (પશ્ચિમ)ના નારાયણ નગર, આઝાદ નગર, ગણેશ મેદાન, પારસીવાડી, ન્યુ માણિકલાલ કોલોની, એનસ.એસ.એસ. માર્ગ, મહિન્દ્રા પાર્ક, ડી.એસ.માર્ગ, ખલઈ વિલેજ, કિરોલ વિલેજ, વિદ્યાવિહાર (પશ્ર્ચિમ), હંસોટી ગલી, ખોત ગલી, મહાત્મા ગાંધી રોડ, નવરોજી ગલી, એચ.આર.દેસાઈ રોડ, કામા ગલી, શ્રધ્ધાનંદ રોડ, જે.વી.રોડ, ગોપાલ લેન, જીવદયા લેન, ગીગાવાડી, અંધેરી-ધાટકોપર લિંક રોડ, એલ.બી. એસ માર્ગ, શ્રેયસ સિગ્નલ, સર્વોદય બુસ્ટિંગ-સેનિટોરિયમ ગલી, એચ.આર. દેસાઈ રોડ વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

ઘાટકોપર (પૂર્વ)માં પંતનગરમાં ભીમ નગર, પવાર ચાલ, ક્રાઈમ બ્રાન્ચ પરિસર, વૈતાગવાડી, નિત્યાનંદ નગર, ધ્રુવરાજસિંહ ગલી રોડ, સી.જી.એસ. કોલોની, ગંગાવાડી, એમ.ટી.એન.એલ. ગલી સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button