Top Newsઆમચી મુંબઈ

રિઝર્વ બેંકે કંપનીઓ અને બેંકોને રાહત આપતો ડ્રાફ્ટ રજુ કર્યો, લોનની મર્યાદામાં થશે વધારો…

મુંબઈ : ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક મહત્વનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય કંપનીઓને આઈપીઓ અને એફપીઓ દ્વારા સંપાદન માટે ભંડોળ પૂરું પાડવા અને શેર ખરીદવા માટે વ્યક્તિઓને આપી શકાય તેવી લોનની રકમ વધારવાની મંજૂરી આપવા માટે ડ્રાફ્ટ ધોરણો જાહેર કર્યા છે. તેમજ આ નિયમોને 1 એપ્રિલ 2026થી લાગુ કરવા અંગેનો પ્રસ્તાવ મુક્યો છે. જેના લીધે બેંકો કંપનીઓને વધુ લોન આપી શકશે.

21 નવેમ્બર 2025 સુધીમાં સૂચનો મંગાવામાં આવ્યા

ભારતીય રિઝર્વ બેંક માર્ગદર્શિકા, 2025 ના ડ્રાફ્ટમાં આવી લોનને નિયંત્રિત કરતા નિયમોને તર્કસંગત અને એકીકૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં 21 નવેમ્બર 2025 સુધીમાં સૂચનો મંગાવામાં આવ્યા છે. જયારે ભારતીય બેંકોની લાંબા સમયથી બેકો આ માંગ કરી રહી છે. તેમજ તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન સી.એસ. સેટ્ટીએ પણ વૈશ્વિક ધિરાણકર્તાઓની જેમ બેંકોને મર્જર અને એક્વિઝિશન માટે ભંડોળ પૂરું પાડવાની મંજૂરી આપવાની માંગ કરી હતી.

આ ડ્રાફ્ટ મુજબ બેંકો સંપાદન મૂલ્યના મહત્તમ 70 ટકા સુધી ધિરાણ આપી શકશે. ડ્રાફ્ટ મુજબ બેંક સંપાદન મૂલ્યના મહત્તમ 70 ટકા સુધી ધિરાણ કરી શકશે. સંપાદન મૂલ્યના ઓછામાં ઓછા 30 ટકા હસ્તગત કરનાર કંપની દ્વારા તેના પોતાના ભંડોળનો ઉપયોગ કરીને ઇક્વિટી તરીકે ભંડોળ પૂરું પાડવું આવશ્યક છે.

બેંકો ચોક્કસ શરતોને આધીન લોનની રકમ વધારી શકશે

ડ્રાફ્ટમાં વધુમાં જણાવાયું છે કે બેંકો ચોક્કસ શરતોને આધીન આઈપીઓ, એફપીઓ અથવા કર્મચારી સ્ટોક ઓપ્શન પ્લાન (ESOP)હેઠળ શેર ખરીદવા માટે વ્યક્તિઓને પ્રતિ વ્યક્તિ રૂપિયા 25 લાખ રૂપિયા સુધીની લોન આપી શકશે. વર્તમાન મર્યાદા 10 લાખ રૂપિયાની છે.

આ પણ વાંચો…હવે આવા ખાતાધારકોને મળશે 30 લાખ રૂપિયા, RBIની મહત્ત્વની જાહેરાત, અત્યારે જ જાણી લો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button