અનામત આંદોલનઃ એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી
અનામત મુદ્દે મનોજ જરાંગે મક્કમ, ભૂખ હડતાળનો 14મો દિવસ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત આપવા મુદ્દે ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટિલે કહ્યું હતું કે અત્યારે અનામત જ મારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. બીજી બાજુ મરાઠા અનામતની માગણી મુદ્દે આજે થાણેમાં બંધની જાહેરાત કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સર્વદળની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક મુંબઈમાં સહયાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે બોલાવી છે. મરાઠા અનામત મુદ્દે વિકટ પરિસ્થિતિ ઊભી થાય નહીં તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બેઠક બોલાવી છે.
મરાઠા અનામત મુદ્દે થાણેમાં આજે બંધની જાહેરાત પછી સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી, જ્યારે બંધની શહેરમાં અસર જોવા મળી હતી. આ જ પરિપ્રેક્ષ્યમાં બંધની જાહેરાત કરવામાં આવી હતી.
દસમી સપ્ટેમ્બરે સરકારની માગણી ફગાવીને ભૂખ હડતાળ પર બેઠેલા મરાઠા ક્રાંતિ મોરચાના નેતા મનોજ જરાંગે પાટિલે કહ્યું હતું કે જ્યાં સુધી મરાઠા સમુદાયને કુનબી જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં, ત્યાં સુધી હડતાળ પર રહેશે. આજે 14માં દિવસે પણ જરાંગેએ ભૂખ હડતાળ ચાલુ રાખી હતી.
જરાંગેની તબિયત લથડ્યા પછી તેમની ડોક્ટર દ્વારા તપાસ કરી હતી અને ભૂખ હડતાળથી તેમના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે એવું પણ જણાવ્યું હતું. એ વખતે જરાંગેએ કહ્યું હતું કે મારા અનામત જ મારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. મરાઠા અનામત માટે મનોજ જરાંગે પાટિલે 29મી ઓગસ્ટથી આંદોલન શરુ કર્યું હતું.