આમચી મુંબઈ

ચીઅર્સઃ મહારાષ્ટ્રમાં દારુની દુકાનોના નવા 328 લાઈસન્સ આપવાના અહેવાલ

લાડકી બહિણ યોજનાના નાણાકીય બોજને પહોંચી વળવાનો પ્રયાસઃ 300થી વધુ દુકાન વધશે

મુંબઈ: લોકોના વિરોધને કારણે છેલ્લા પચાસ વર્ષથી રાજ્યમાં દારૂની દુકાનોના લાઇસન્સ પર જે પ્રતિબંધ હતો, તે હવે આવકમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી હટાવવામાં આવશે. આ નિર્ણયના ભાગરૂપે નવી ૩૨૮ જેટલી દારૂની દુકાનને લાઇસન્સ આપવામાં આવશે અને આ નીતિથી છૂટક દારૂની દુકાનોની સંખ્યામાં ૧૯ ટકાનો વધારો થશે.

વિદેશી દારૂના ઉત્પાદન માટે લાઇસન્સ જારી કરાશે

સરકારે આવક વધારવાની નીતિના ભાગ રૂપે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે, જે આબકારી વિભાગના દરેક વહીવટી વિભાગમાં વિદેશી દારૂના ઉત્પાદન માટે લાઇસન્સ જારી કરશે. નાયબ મુખ્ય પ્રધાન અજિત દાદાના પુત્ર જય પવાર વ્યવસાયમાં હોવા છતાં સમિતિનું અધ્યક્ષપદ તેમને સોંપવાથી વ્યાવસાયિક હિત સંબંધોના સંઘર્ષનો મુદ્દો ઉકેલાશે.

અજિત પવારના નજીકના સંબંધીઓ વ્યવસાયમાં

વિદેશી દારૂ ઉત્પાદન (એફ.એલ.ટુ) લાઇસન્સ માટે અજિત પવારની અધ્યક્ષપદે સમિતિ નીમવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. તેનું કારણ એ છે કે, અજિત પવારના નિકટના સંબંધીઓ આ જ વ્યવસાયમાં સંકળાયેલા છે. બારામતીમાં એક મોટી દારૂની ફેક્ટરી છે. ત્યાંથી દારૂ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના મતે તેમની અધ્યક્ષતામાં સમિતિની નિમણૂક કરવાનો અર્થ વ્યવસાયિક હિતો જાળવવાનું જોખમ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

આવક વધારવા સરકાર શોધે છે નવા વિકલ્પો

રાજ્યને એક્સાઇઝ વિભાગ તરફથી ચોથું સૌથી મોટું મહેસૂલ (લગભગ રૂ. ૪૩,૦૦૦ કરોડ) મળે છે. ‘મુખ્યમંત્રી માજી લાડકી બહિણ’ યોજનાના મોટા ખર્ચને કારણે આવક વધારવા માટે સરકાર નવા વિકલ્પો શોધી રહી છે. સરકારે એક્સાઇઝ આવક વધારવા માટે એક સમિતિની નિમણૂક કરી હતી.

ભલામણનો અમલ કર્યો આવક વધશે

જો આ સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોનો અમલ કરવામાં આવે તો વિભાગની વાર્ષિક આવકમાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે. સમિતિની ભલામણોના ભાગરૂપે દારૂના વેચાણ માટે લાઇસન્સ જારી કરવામાં આવશે. રાજ્યમાં ૧૭૧૩ દારૂની દુકાન છે. ૧૯૭૪ પછી આ પ્રકારના નવા લાઇસન્સ આપવાનું બંધ કરી દેવામાં આવ્યા હતું.

માત્ર કંપનીને લાઇસન્સ

  • નવા દારૂ વેચાણના લાઇસન્સને સાર્વજનિક નહીં કરતાં માત્ર આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓને જ આપવાની નીતિ છે. હાલમાં, રાજ્યમાં ૪૧ વિદેશી દારૂનું ઉત્પાદન કરતી કંપનીઓ કાર્યરત છે.
  • કેટલીક ખાનગી ખાંડ ફેક્ટરીઓ પણ છે જે દારૂનું ઉત્પાદન કરે છે. આ કંપનીઓ પુણેમાં સૌથી વધુ છે. રાજ્યમાં આઠ ‘એક્સાઇઝ ડ્યૂટી’ વિભાગો છે.
  • આ દરેક ઝોનમાં દારૂ કંપનીઓને એક લાઇસન્સ આપવામાં આવશે. આના પરિણામે ૩૨૮ નવી દુકાનોનો ઉમેરો થશે, જેમાં ૪૧ કંપની માટે આઠ લાઇસન્સનો સમાવેશ થશે.

    આ પણ વાંચો….શું લાડકી બહિણ યોજના મહાયુતિ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે? કેબિનેટ પ્રધાનનું નિવેદન ચર્ચામાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button