હવે મુંબઈથી મહાકાલેશ્વર જવાનું બનશે સરળ, રેલવેએ મંજૂર કર્યો સૌથી ટૂંકા માગર્નો પ્રોજેક્ટ…

મુંબઈઃ ઈન્દોર-ઉજ્જૈનના મહાકાલેશ્વરના મંદિર પરિસરને વિકસાવ્યા બાદ અહીં રિલિજિયસ ટૂરિઝમને વેગ મળ્યો છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા 309 કિલોમીટરના સૌથી ટૂંકા રેલવેલાઈન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જે બે મહત્વના કમર્શિયલ હબ ઈન્દોર અને મુંબઈને જોડશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના 2 જિલ્લાઓ અને મધ્ય પ્રદેશના 4 જિલ્લાઓમાંથી પસાર થતા સંપર્ક વિહોણા વિસ્તારોને પણ જોડશે, તેમ રેલવેએ એક યાદીમાં જણાવ્યું હતું. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 18,036 કરોડ છે અને વર્ષ 2028-29 સુધીમાં તૈયાર થશે.
આ પણ વાંચો : Indian Railwayના આ મહત્ત્વના નંબર વિશે જાણો છો કે? જાણી લેશો ફાયદામાં રહેશો…
આ પ્રોજેક્ટ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત હાથ ધરાશે. આ પ્રોજેક્ટ બે રાજ્યના 6 જિલ્લાઓને આવરી લેશે. એટલે કે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ભારતીય રેલવેનાં વર્તમાન નેટવર્કમાં આશરે 309 કિલોમીટરનો વધારો થશે.

આ પ્રોજેક્ટ સાથે 30 નવા સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. નવી લાઇન અંદાજે 1,000 ગામડાઓ અને આશરે 30 લાખની વસતિને રેલવેથી જોડશે.
આ યોજાનો ફાયદો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સહિત ઉજ્જૈન-ઇન્દોર ક્ષેત્રનાં વિવિધ પ્રવાસન તેમ જ ધાર્મિક સ્થળોમાં જવા ઈચ્છતા પ્રવાસીઓન થશે. મધ્ય પ્રદેશને વધારે પર્યટકો મળશે જ્યારે પર્યટકોને વધારે સુવિધા મળશે.
આ સાથે મધ્ય પ્રદેશના બાજરીનું ઉત્પાદન કરતા જિલ્લાઓ અને મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન કરતા જિલ્લાઓને સીધી કનેક્ટિવિટી મળશે, જે દેશના ઉત્તર અને દક્ષિણના ભાગોમાં તેના વિતરણની સુવિધામાં વધારો કરશે અને ખેડૂતોને પણ ફાયદાકારક રહેશે, તેમ રેલવેએ વધુમાં જણાવ્યું હતું.