આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં ઝૂંપડાવાસીઓને રાહતઃ સરકારે ‘અભય યોજના’ લાવવાનું કર્યું નક્કી

મુંબઈ: છેલ્લાં અનેક વર્ષોથી રિડેવલપમેન્ટ એટલે કે પુનર્વિકાસ થવાની રાહ જોઇ રહેલા મુંબઈના ઝૂંપડાવાસીઓ માટે રાજ્ય સરકારે નવી ‘અભય યોજના’ લાવવાનું નક્કી કર્યું છે અને આ યોજનાના કારણે વીસથી પચ્ચીસ વર્ષોથી અટવાઇ પડેલા સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટી (SRA-ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના)ના પ્રોજેક્ટને વેગ મળશે.

આ બાબતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ યોજનાના કારણે મુંબઈ શહેરનો અને ઝૂંપડાવાસીઓનો એક મોટો અને જૂનો પ્રશ્ન ઉકેલાશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ધારાવી બચાવો આંદોલનના રાજનીતિકરણને કારણે શતાબ્દીનગરના લોકોને વધુ એક ચોમાસું હાલાકી

આ યોજના અંતર્ગત ઝૂંપડપટ્ટી પુનર્વિકાસમાં પરિશિષ્ટ-2માં ઝૂંપડાઓના હસ્તાંતરણ બાબતની સમસ્યા ઉકેલવામાં આવશે. આ પરિશષ્ટિ જાહેર થયા બાદ ઝૂંપડાઓના થયેલા હસ્તાંતરણ એટલે કે લે-વેંચ માન્ય કરવાની જોગવાઇ સ્પષ્ટ કરવામાં આવી નહોતી. જેના કારણે ઝૂંપડા ખરીદનારા નવા ઝૂંપડા માલિકોને દિલાસો મળશે. આ બધી સમસ્યાઓના કારણે પ્રોજેક્ટ્સ પણ અટવાઇ પડ્યા હતા. .

આ મુદ્દો ભાજપના વિધાનસભ્ય દ્વારા વિધાનસભાના ચાલી રહેલા ચોમાસું સત્રમાં ઉઠાવવામાં આવ્યો હતો. મુંબઈના બધા જ પક્ષના વિધાનસભ્યોએ આ મુદ્દે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. ત્યાર બાદ ફડણવીસે રાજ્યના ગૃહનિર્માણ ખાતાના પ્રધાન અતુલ સાવે, અધિકારીઓ અને મુંબઈના વિધાનસભ્યો સાથે એક બેઠક યોજી હતી, જેમાં યોજનાના નિયમો, સૂચનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં આ યોજનાને અમલમાં લાવવાનું આશ્વાસન આ દરમિયાન ફડણવીસે આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button