આમચી મુંબઈશેર બજાર

શેરબજારને રિલાયન્સે નેગેટિવ ઝોનમાં ધકેલ્યું, હ્યુન્ડાઇના જીએમપીમાં ૮૯ ટકાના કડાકા બાદ સુધારો

નિલેશ વાઘેલા
મુંબઇ: રિલાયન્સના નબળા પરિણામ સાથે ઇન્ફ્લેશનના નકારાત્મક ડેટાને કારણે નિરસ માહોલ વચ્ચે શેરબજાર મંગળવારના સત્રમાં પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં નિષ્ફળ રહ્યું હતું અને સેન્સેક્સ અંતે ૧૫૨.૯૩ પોઇન્ટ અથવા તો ૦.૧૯ ટકાના ઘટાડા સાથે ૮૧,૮૨૦.૧૨ની સપાટીએ અને નિફ્ટી ૭૦.૬૦ પોઇન્ટ અથવા તો ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૨૫,૦૫૭.૩૫ની સપાટીએ સ્થિર થયો હતો.

દરમિયાન, ઇતિહાના સોથી મોટા એવા હ્યુન્ડાઇનું ભરણું સાંજે ચાર સુધીમાં ૧૭ ટકા ટકા ભરાયું હતું અને બે કલાકમાં પાંચ લાખથી વધુ અરજી મળી હતી. જોકે ભરણું ખૂલતા પહેલા તેના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ૮૯ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. એક તબક્કે તેનું જીએમપી બે ટકાના ડિસ્કાઇન્ટ સુધી નીચે જઇ પાછું ફર્યું છે, આ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થશે એવી બજારમાં ચર્ચા હતી.

એચસીએલ ટેકનોલોજી દ્વારા ત્રિમાસિક પરિણામમાં આવક વૃદ્ધિની આગાહીને પગલે આઇટી કંપનીના શેરમાં નીકળેલી લેવાલીને કારણે મંગળવારે સત્રની શરૂઆત પોઝિટિવ ટોન સાથે થઈ હતી અને સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :Hyundai IPO ખુલતાની સાથે જ આટલા ટકા સબ્સ્ક્રાઇબ થયો, આ કિંમત પર લીસ્ટ થવાની શક્યતા

આ ઉપરાંત ક્રૂડ ઓઇલના વૈશ્ર્વિક ભાવમાં ઘટાડાને કારણે ઓઇલ રિફાઇનિંગ અને પેઇન્ટ કંપનીના સ્ટોકને ટેકો મળ્યો હતો. જોકે સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી ઇન્ડેક્સ હેવીવેઇટ કંપનીના ચોખ્ખા નફામાં પાંચ ટકાનો ઘટાડો થયો હોવાથી તેનો શેર ગબડ્યો હોવાને કારણે બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક અસર થઈ હતી અને સવારના સત્રમાં જ સેન્સેકસ ૨૦૦ પોઇન્ટ જેટલો ઘટયો હતો.

નોંધવું રહ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના ચોખ્ખા નફામાં ૫ાંચ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો જુલાઇ-સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. ૧૬,૫૬૩ કરોડ અથવા રૂ. ૨૪.૪૮ પ્રતિ શેર થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં અનુક્રમે રૂ. ૧૭,૩૯૪ કરોડ અથવા શેરદીઠ રૂ. ૨૫.૭૧ના સ્તરે હતો.

આ પછી ઇન્ડેક્સના અમુક શેરમાં વેલ્યુ બાઈંગને કારણે બપોરના સત્ર પહેલાં સારી એવી અફડાતફડી વચ્ચે સેન્સેકસ ઘણોખરો ઘટાડો પચાવવામાં સફળ પણ રહ્યો હતો. જોકે, અંતે બેન્ચમાર્ક નેગેટીવ જોનમાંથી બહાર ાવવામાં અસફળ રહ્યું હતું.

બજારના સાધનો જણાવે છે કે, નિફ્ટીએ ૨૫,૦૦૦ પોઇન્ટના સ્તરની ઉપર ટકી રહેવા સાથે બજારને ધીમે ધીમે તેજી તરફ આગળ વધવામાં મદદ કરી છે. શેરબજારના નિષ્ણાતો માને છે કે કોર્પોરેટ પરિણામો અને અન્ય પરિબળોને કારણે શેરલક્ષી કામકાજ જોવા મળે છે. એકંદરે બજારમાં સુધારો અને આગેકૂચ ચાલુ રહેવાની ધારણા છે.

હ્યુન્ડાઇનું વેલ્યુએશન તેની પેરેન્ટ કંપની અને અન્ય ઓટો કંપનીઓ કરતા ઊંચું હોવા સાથે અમુક અમુક કાનૂની બાબતો તથા ક્ષમતા વપરાશ સહિતના કારણોસર તેનું જીએમપી ઈશ્યૂના દિવસે બે ટકાથી નીચે ઉતરી ગયું હતું અને બે ટકા ડિસ્કાઉન્ટ બોલાયું હતું. જોકે, આ લખાઇ રહ્યું છે ત્યારે તેના જીએમપીમાં સુધારો જોવા મળી રહ્યો છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker