શું તમે જાણો છો કે અંબાણીના ત્રણેય સંતાનોને આ વર્ષે કેટલો પગાર મળ્યો?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં તેની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)નો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કંપનીના નિયામકોના વેતન અને ભત્તાઓની વિગતો સામે આવી છે. બીએસઈમાં દાખલ કરાયેલી ફાઇલિંગમાં જણાવાયુ છે કે અંબાણી પરિવારના સભ્યો – અનંત, ઈશા અને આકાશ અંબાણીને વર્ષ 2024-25 માટે સમાન વેતન આપવામાં આવ્યું છે.
આ રિપોર્ટમાં મુકેશ અંબાણી અને અન્ય નિયામકોની આવકની માહિતી પણ સામેલ કરવામાં છે, જે ચર્ચાનો વિષય બની છે.
મળતી માહિતી પ્રમાણે 7 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર થયેલા રિલાયન્સના એજીએમ રિપોર્ટ અનુસાર, અનંત, ઈશા અને આકાશ અંબાણીએ વર્ષ 2024-25 દરમિયાન દરેકે 2.31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રકમમાં તેમની ફી અને કમિશનનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ સતત પાંચમા વર્ષે કોઈ વેતન લીધું નથી, જે તેમની કંપની પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રિપોર્ટમાં અન્ય પૂર્ણ-સમયના નિયામકોની કમાણીની વિગતો પણ સામેલ છે. જેમાં નિખિલ આર. મેસવાણી અને હિતલ આર. મેસવાણીને 25-25 કરોડ રૂપિયાની આવક મેળવી, જ્યારે પી.એમ.એસ. પ્રસાદે 19.96 કરોડ રૂપિયાની સેલેરી ચૂકવવામાં આવી છે.
આ આવકમાં વર્ષ 2023-24ના PLI એટલે કે પર્મફોર્મન્સ લિંક બોનસનો પણ સમાવેશ થાય છે, જે 2024-25માં ચૂકવવામાં આવ્યા હતા. આ આંકડાઓ રિલાયન્સના નિયામકોની નાણાકીય વ્યવસ્થા અને કંપનીની આવકની નીતિઓને પ્રકાશિત કરે છે.
રિલાયન્સે જૂન 2025માં યોજાયેલી બોર્ડ બેઠક બાદ અનંત અંબાણીને ફુલટાઈમ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 29 જૂન, 2025ની એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, અનંત અંબાણીનું વેતન, ભત્તાઓ અને અન્ય લાભો વાર્ષિક 10 કરોડથી 20 કરોડ રૂપિયાની રેન્જમાં હશે.
આ ઉપરાંત, તેમને રહેઠાણ ખર્ચ અથવા હાઉસ રેન્ટ એલાઉન્સ, ગેસ, વીજળી, પાણી, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી અને રજા રોકડીકરણ જેવી સુવિધાઓ પણ મળશે. આ નિમણૂકથી અનંત અંબાણી કંપનીના નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવશે.
રિલાયન્સની આ રિપોર્ટ કંપનીની પારદર્શક નાણાકીય નીતિઓ અને નિયામકોના વેતનની વ્યવસ્થાને દર્શાવે છે. એચઆરએનઆર સમિતિ દ્વારા નિયામકોના વેતન અને ભત્તાઓની વાર્ષિક વૃદ્ધિ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત, 1961ના આવકવેરા અધિનિયમ અનુસાર અનંત અંબાણીને મળનારા લાભોમાં વિવિધ પ્રકારની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ રિલાયન્સની વ્યવસ્થાપન રચના અને અંબાણી પરિવારની ભૂમિકાને વધુ સ્પષ્ટ કરે છે.
આ પણ વાંચો…રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિ માસિક નફામાં ધરખમ વધારો, મુકેશ અંબાણીએ કહ્યું વર્ષની સારી શરૂઆત