આમચી મુંબઈ
આઈટીઆઈમાં પ્રવેશ લેનારા પછાત વર્ગના વિદ્યાર્થીઓના ખાતામાં તાલીમ ફીની ભરપાઈ: અતુલ સાવે

મુંબઈ: સેન્ટ્રલ ઓનલાઈન મોડ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ (આઈટીઆઈ)માં એડમિશન લેનારા પછાત વર્ગના વદ્યાર્થીઓને વ્યાવસાયિક ટ્રેનિંગ ફીની ભરપાઈ કરવાની યોજના છે. ટેકનિકલ મુશ્કેલીઓને કારણે, વિદ્યાર્થીના ખાતામાં ઉક્ત ભંડોળ જમા કરવામાં વિલંબ થયો હતો એવી માહિતી અતુલ સાવેએ વિધાન પરિષદને માહિતી આપી હતી.
મહાડીબીટી સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓના ખાતામાં ભંડોળ જમા કરવાની પ્રક્રિયા હવે ચાલી રહી છે કારણ કે આ સંબંધમાં તકનીકી મુશ્કેલીઓ ઉકેલાઈ ગઈ છે, એમ પણ તેમણે કહ્યું હતું.
સાવેએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વર્ષ 2021-22 માટે રૂ. 14.44 કરોડ અને વર્ષ 2022-23 માટે રૂ. 21.60 કરોડની રકમ પછાત બહુજન નિયામક કચેરી, પુણેને વિતરિત કરવામાં આવી છે અને મહાઆઇટી ઓફિસને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.