આમચી મુંબઈ

પાર્કિંગ પ્લોટનો કમર્શિયલ ઉપયોગ કરનારા સામે સુધરાઈની લાલ આંખ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં દિવસેને દિવસે વાહનોની વધતી સંખ્યા સામે પાર્કિંગ પ્લોટ અપૂરતા છે ત્યારે શોપિંગ મૉલ્સ, હોટલો અને કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં પાર્કિંગ પ્લોટનો ગેરકાયદે રીતે કમર્શિયલ ઉપયોગ કરનારા સામે આકરાં પગલાં લેવાની ચીમકી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે.

શોપિંગ મૉલ્સ, હોટલો અને કમર્શિયલ કૉમ્પ્લેક્સ જેવા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા બિલ્િંડગ બાંધકામની મજૂરી લેતા સમયે પાર્કિંગ પ્લોટ બતાવીને પાલિકાની મંજૂરી લેવામાં આવે છે, પરંતુ અમુક ઠેકાણે પાર્કિંગની જગ્યાને બંધ કરીને તેનો વ્યવસાયિક સ્તરેે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની અનેક ફરિયાદો આવી હોવાનું સુધરાઈના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. તેથી પાર્કિંગની જગ્યાનો અન્ય કોઈ પણ કામ માટે ઉપયોગ થતો રોકવા માટે સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ આદેશ આપ્યો હતો.

| Also Read: ધારાવી પુનઃવિકાસ માટે મુલુંડ મીઠાના અગરની જમીનના ટ્રાન્સફરને પડકારતી PIL HCમાં દાખલ

કમિશનરના આદેશ બાદ હવેથી પાર્કિંગની જગ્યાનો ગેરકાયદે ઉપયોગ થતો રોકવા માટે શહેરના એન્જિનિયર અને સંબંધિત વિભાગના આસિસ્ટન્ટ કમિશનરે સંયુક્ત સ્થળે ઈન્સ્પેકશન કરવાનું રહેશે અને પાર્કિંગ પ્લોટનો વાહનોના પાર્ક કરવા સિવાય અન્ય ઉપયોગ કરનારા સામે આકરા પગલા પણ લેવામાં આવશે.

સુધરાઈના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મધ્ય મુંબઈ અને પશ્ર્ચિમ મુંબઈમાં મોટા પ્રમાણમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવવાની છે. પાર્કિંગના માધ્યમથી આવક રળવા માટે નહીં, પરંતુ રસ્તા પર ગમે ત્યાં વાહનો પાર્ક થતા રોકવા અને પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે પાર્કિંગ પ્લોટ ઊભા કરવામાં આવવાના છે. નાગરિકોની સુવિધા માટે મોબાઈલ ઍપ પણ વિકસીત કરવામાં આવી રહી છે.

| Also Read:15 રૂપિયાનો વડા પાંવ વેચીને થઈ શકે છે રૂપિયા 24 લાખની કમાણી, આ છે સિમ્પલ કેલ્યુલેશન્સ…

પાર્કિંગની સુવિધાની સાથે જ ગેરકાયદે પાર્કિંગ પ્લોટ, રસ્તાના પર ગમે ત્યાં વાહનો પાર્ક કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરનારા વિરુદ્ધ આકરાં પગલાં પણ લેવાશે. આના માટે ટ્રાફિક પોલીસની મદદ લેવામાં આવશે. વોર્ડ સ્તરે પોલીસ અધિકારી અને પાલિકાના અધિકારીઓને તે માટે સમન્વય સાધવાનું કહેવામાં આવ્યું છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker