બેંકમાં નોકરીની ઉત્તમ તક: બેંક ઓફ બરોડામાં 330 જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરજો અરજી | મુંબઈ સમાચાર

બેંકમાં નોકરીની ઉત્તમ તક: બેંક ઓફ બરોડામાં 330 જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરજો અરજી

BOB Recruitment: આજના સમયમાં સ્નાતક થયા પછી અનેક યુવાનો નોકરી શોધતા હોય છે. એવા ઘણા યુવાનો છે, જે સ્નાતક થયા બાદ બેંકની નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતા હોય છે. આવા યુવાનો માટે બેંક ઓફ બરોડા(BOB) દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

BOBમાં 330 પદો માટે વેકેન્સી

બેંક ઓફ બરોડા દ્વારા કુલ 330 પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર જેવા અનેક પદો માટે ઉમેદવારો પાસેથી બેંક ઓફ બરોડા અરજી મંગાવી રહ્યું છે.

30 જુલાઈ 2025થી આ ભરતી માટે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ (bankofbaroda.in) પર ઓનલાઈન ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 19 ઓગસ્ટ 2025 સુધી ચાલશે.

આપણ વાંચો: બેંક ઓફ બરોડા પર RBI દ્વારા મોટી કાર્યવાહી, લાખો ગ્રાહકો પર પડશે સીધી અસર

ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારની લાયકાત

બેંક ઓફ બરોડાની ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારની ઉંમર 24થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં કેટલીક છૂટ પણ આપવામાં આવશે. ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ વિષયમાં સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ.

આ સિવાય કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન સિક્યુરીટી, સાયબર સુરક્ષા, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં બી.ઈ કે બી.ટેક, એમ.સી.એ. અથવા પીજીડીસીએની ડીગ્રી ધરાવતા ઉમેદવારો પણ ભરતીમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત ઉમેદવારો આ ભરતી સંબંધિત નોટિફિકેશનમાં ભરતીના જે-તે પદ માટેની લાયકાત તપાસી લેવાની રહેશે.

આપણ વાંચો: હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારાઓને નહીં લાગે કોઈ ચાર્જ, SBI સહિત અનેક બેંકોએ…

BOBની ભરતી માટે કેવી રીતે કરશો અરજી?

સૌપ્રથમ bankofbaroda.in વેબસાઈટ પર જાવ. ત્યારબાદ હોમ પેજ પર કરિયર ટેબ દેખાશે. જેમાં તમારે Current Openings ટેબ પર ક્લિક કરો. તમને ભરતી સંબંધિત લિંક દેખાશે જેના પર ક્લિક કરો. હવે તમને Click here for New Registration પર ક્લિક કરો. એપ્લિકેશન ફોર્મ દેખાશે તેમાં જરૂરી વિગત ભરો અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.

ત્યારબાદ એપ્લિકેશન ફી જમા કરવી પડશે. જનરલ, ઓબીસી અને EWS કેટેગરીના ઉમેદવારોને અરજી માટે 850 રૂપિયા+એપ્લિકેબલ ટેક્સ+પેમેન્ટ ગેટવે ચાર્જ આપવો પડશે. એસસી, એસટી, PWD અને મહિલા ઉમેદવારો માટે 175 રૂપિયા+એપ્લિકેબલ ટેક્સ+પેમેન્ટ ગેટવે ચાર્જ આપવો પડશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button