Septemberમાં પાંચ-છ નહીં આટલા દિવસ બંધ રહેશે Bank, RBIએ આપી મહત્ત્વની માહિતી…

મુંબઈ/ નવી દિલ્હીઃ ત્રણ દિવસ બાદ ઓગસ્ટ મહિનો પૂરો થઈને સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા મહિનાની સાથે જ ઘણું બધું નવું નવું બદલાવવા જઈ રહ્યું છે. પરંતુ જો તમે બેંક રિલેટેડ કેટલાક કામ આવતા મહિને કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ સપ્ટેમ્બર મહિનામાં બેંક કેટલા દિવસ બંધ રહેશે એની યાદી બહાર પાડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ અઠવાડિયે બેંક 5-6 દિવસ નહીં પણ પૂરા 15 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં નેશનલ હોલીડે અને રિજનલ હોલીડે બંને સિવાય બીજા તેમ જ ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.
આ તારીખે રહેશે બેંકોમાં રજા-
1લી સપ્ટેમ્બરઃ રવિવાર
4થી સપ્ટેમ્બરઃ તિરુભવ તિથિ ઓફ શ્રીમંતા શંકરદેવા (ગુવાહાટી)
7મી સપ્ટેમ્બરઃ ગણેશ ચતુર્થી
8મી સપ્ટેમ્બરઃ રવિવાર
14મી સપ્ટેમ્બરઃ બીજો શનિવાર, ફર્સ્ટ ઓનમ (કોચી, રાંચી અને તિરુવનંતપુરમ)
15મી સપ્ટેમ્બરઃ રવિવાર
16મી સપ્ટેમ્બરઃ બારાવફાત
17મી સપ્ટેમ્બરઃ મિલાદ-ઉન-નબી (ગેંગટોક અને રાયપુર)
18મી સપ્ટેમ્બરઃ પંગ-લહસબોલ (ગેંગટોક)
20મી સપ્ટેમ્બરઃ ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (જમ્મુ અને શ્રીનગર)
21મી સપ્ટેમ્બરઃ શ્રીનારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી અને તિરુવનંતપુરમ)
22મી સપ્ટેમ્બરઃ રવિવાર
23મી સપ્ટેમ્બરઃ મહારાજા હરિસિંહજી જન્મદિવસ (જમ્મુ અને શ્રીનગર)
28મી સપ્ટેમ્બરઃ ચોથા શનિવાર
29મી સપ્ટેમ્બરઃ રવિવાર
અત્રે ઉલ્લેખનીય તમામ રાજ્યોમાં બેંક હોલીડેની યાદી એક સરખી નથી હોચી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર તમામ રાજ્યોની રજાની યાદી અલગ અલગ હોય છે. આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર આ યાદી અપલોડ કરવામાં આવી હોય છે.
આ પણ વાંચો :આ એક ભૂલને કારણે બેંકોએ ગ્રાહકો પાસેથી વસુલ્યા રૂ. 84950000000…તમે પણ નથી કરતાં ને?
જોકે, બેંકો બંધ રહેવાને કારણે પણ ગ્રાહકોને ખાસ કંઈ મુશ્કેલી નહીં પડે, કારણ કે ઓનલાઈન બેંકિંગની મદદથી તેઓ પોતાના મોટાભાગના કામો પૂરા કરી શકશે. પરંતુ તેમ છતાં કેટલાક એવા કામ હોય છે જેમ કે કેવાયસી અપડેટેશન, ચેક ડિપોઝિટ વગેરે કામ માટે બેંકોમાં જવું પડે છે.