ટ્રમ્પના ટેરિફની ભારતીય અર્થતંત્ર પર શું અસર થશે? RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યો જવાબ

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીએ(MPC)એ ત્રણ દિવસની બેઠક કર્યા બાદ આજે રેપો રેટ 5.5 ટકા યથાવત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પડકાર જનક વૈશ્વિક વેપાર સંજોગો અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરીફ પોલિસીને MPCએ ધ્યાનમાં લીધી હતી.
RBI ગવર્નર સંજય મલ્હોત્રા(RBI Governor Sanjay Malhotra)એ કહ્યું હતું કે યુએસના ટેરીફની ભારત પર વધુ અસર થઇ નથી, જો કે પરંતુ વધુ ટેરીફ અને પ્રતિબંધી લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી ધમકીઓ અંગે RBI ગવર્નરે ચિંતા વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, નિક્કી હેલીએ ભારત સાથે સબંધો ન બગડવા સલાહ આપી
MPCના તારણો જાહેર કરતા સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “જ્યાં સુધી ભારત પર યુએસ રિટેલીએટરી ટેરિફ (બદલાની ભાવના સાથે લગાવવામાં આવતો ટેરીફ) લાગુના ન ત્યાં સુધી ભારતીય અર્થતંત્ર પર મોટી અસર થાય એવું જાણતું નથી. અમને આશા છે કે આપણે સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધી કાઢીશું.”
RBI ગર્વરનર સંજય મલ્હોત્રાએ કહ્યું કે વૈશ્વિક વેપારના સંજોગોનો ઝડપથી બદલાઈ રહ્યા છે, પરંતુ તેમણે ભારતના સારા આર્થિક વિકાસ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “વૈશ્વિક વેપારમાં પડકારો યથાવત છે છે, પરંતુ બદલાતી વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં ભારતીય અર્થતંત્રમાં ઘણી સંભાવનાઓ દેખાઈ રહી છે. અમે આર્થિક વિકાસને વેગ મળે એ માટે નિર્ણાયક અને ભવિષ્યલક્ષી પગલાં લીધાં છે.”
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ભારતને ધમકી: ટ્રમ્પે 24 કલાકમાં ટેરિફ વધારવાની ચીમકી ઉચ્ચારી…
ગયા અઠવાડિયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને “મૃત” અવસ્થામાં હોવાનું કહ્યું હતું. તેમની આ ટીપ્પણી અંગે ભારતમાં રાજકારણ ગરમાયું હતું. એવામાં RBI ગવર્નરનું નિવેદન મહત્વનું છે.
RBIએ વિકાસ દરનો અંદાજ 6.7 ટકા ઘટાડીને 6.5 ટકા કર્યો હતો. ગવર્નરે જણાવ્યું કે કેટલીક વૈશ્વિક અનિશ્ચિતતાઓને પહેલાથી જ ધ્યાનમાં રાખીને વિકાસ દરનો અંદાજ સુધારવામાં આવ્યો છે. ગવર્નરે કહ્યું, “વૃદ્ધિ અગાઉના અંદાજો મુજબ અને મજબૂત છે, જોકે અમારી અપેક્ષા કરતાં ઓછો છે. ટેરિફ અંગે હજુ પણ અનિશ્ચિતતાઓ.”