આમચી મુંબઈ

Whatsapp યુઝર્સ માટે રિઝર્વ બેંકે જાહેર કરી આ ચેતવણી, જાણો વિગતે…

મુંબઇ : દેશમાં સતત સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને રોકવા કેન્દ્ર અને રાજય સરકાર સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ડિજિટલ એરેસ્ટના વધતાં કિસ્સા બાદ કેન્દ્ર સરકારે મદદ માટે 1930 જેવા નંબર પણ જાહેર કર્યા છે. જેમાં વોટસએપથી(Whatsapp) બેંક એકાઉન્ટમાં થતાં ફ્રોડના કિસ્સા પર નિયંત્રણ લાવવા માટે રિઝર્વ બેંક પણ સક્રિય બની છે. જેમાં હવે આરબીઆઇ લોકોને સાયબર ફ્રોડથી બચવા એસએમએસ કરી રહી છે. તેમજ કહ્યું છે કે જ્યાં સુધી આપણે સતર્ક નહીં બનીએ ત્યાં સુધી સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઘટશે નહીં.

Also read : નેશનલ ડિફેન્સ એકેડમી પાસે પાકિસ્તાની ચલણી નોટો મળતા સનસનાટી…

કાયદામાં ડિજિટલ ધરપકડ જેવી કોઈ વસ્તુ નથી

સામાન્ય રીતે, સાયબર ગુનેગારો સતત નવી નવી રીતોથી લોકોને છેતરતા રહે છે. આ સંદર્ભમાં, ડિજિટલ ધરપકડના ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે લોકોને ચેતવણી આપી છે. ડિજિટલ એરેસ્ટથી સાવધ રહેવાની અપીલ કરી છે. રિઝર્વ બેંકે પોતાના સંદેશમાં લખ્યું છે કે, જો ડિજિટલ એરેસ્ટની ધમકી આપવામાં આવી રહી છે. પરંતુ કાયદામાં ડિજિટલ ધરપકડ જેવી કોઈ વસ્તુ નથી. વ્યક્તિગત કે નાણાકીય માહિતી શેર કરશો નહીં કે પૈસાની ચુકવણી કરશો નહીં. તેમજ મદદ માટે 1930 પર ફોન કરો.

દેશમાં ડિજિટલ ધરપકડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે

સાયબર ગુનેગારો વોટ્સએપ પર લોકોને વીડિયો કોલ કરી રહ્યા છે અને ડિજિટલી એરેસ્ટ કરવાની ધમકી આપીને તેમની પાસેથી મોટી રકમ પડાવી રહ્યા છે. ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓને કારણે લોકોને માત્ર કરોડો રૂપિયાનું નુકસાન જ નથી થયું પરંતુ ગભરાટમાં જીવ પણ ગુમાવ્યો છે.

Also read : મુંબઈની આર્થિક વિકાસ યોજના માટે MMRDA નો માસ્ટર પ્લાન તૈયાર…

કોલ ડિસ્કનેક્ટ કરો અને 1930 પર કોલ કરો

આરબીઆઇએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ તમને વોટ્સએપ અથવા અન્ય કોઈ વિડીયો કોલ એપ્લિકેશન પર કોલ કરે છે અને તમને ડિજિટલી એરેસ્ટ કરવાની ધમકી આપે છે. તો પહેલા કોલ ડિસ્કનેક્ટ કરો અને સાયબર ક્રાઈમ સેન્ટ્રલ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અને તેના વિશે સંપૂર્ણ વિગતો આપો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button