Ratan Tata Death: જ્યારે નવરાત્રિના મ્યુઝિકના તાલે ઝુમતા ખેલૈયાઓના પગલા થંભી ગયા
મુંબઇઃ દેશવિદેશમાં ટાટા જૂથ અને ભારતીય ઉદ્યોગનો ધ્વજ લહેરાવનાર જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. TATA ગ્રૂપને મહાન ઉંચાઈઓ પર લઈ જવાનો શ્રેય તેમને જાય છે. રતન ટાટા ચેરિટી માટે પણ જાણીતા છે અને આ માટે તેમણે દેશના સામાન્યજનોમાં પણ ઓળખ મેળવી છે.
રતન ટાટા છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. રતન ટાટાએ પોતે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે તેમની તબિયત ઠીક છે અને તેમની માંદગીના સમાચાર માત્ર અફવા છે. તેઓ હેમખેમ છે. જો કે બુધવારે તેમની તબિયત બગડી હતી અને રાત્રે તેમનું નિધન થયું હતું.
રતન ટાટાની સિદ્ધિઓ, તેમની સાદગી,,સરળતા અથવા રખડા શ્વાનો પ્રત્યેના તેમના પ્રેમ વિશેની ઘણી વાર્તાઓ સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બનતી હતી. જો કે, સામાન્ય લોકોનો રતન ટાટા સાથે સીધો સંપર્ક તો ના જ હોય, તેમ છતાં તેમના વિશેની ઘણી વાતોએ રતન ટાટા અને ‘સામાન્ય માણસ’ વચ્ચે ખાસ બોન્ડ બનાવ્યો છે. બુધવારે રતન ટાટાના અવસાનથી સાબિત થયું કે તેમનું સામાન્ય લોકો સાથએનું બંધન પણ કેટલું મજબુત હતું.
હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો હોવાથી રોજ સાંજે લોકો ગરબાનો કાર્યક્રમ યોજતા હોય છએ. અનેક જગ્યાએ સાંજે ધૂમધામથઈ ગરબા ગવાતા હોય છે. લોકો ગરબે ઘૂમીને આનંદ ઉલ્સાપૂર્વક નવરાત્રિની ઉજવણી કરે છે. ગોરેગાંવના નેસ્કો ગ્રાઉન્ડમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં પણ ઘણા લોકો આવે છે અને મ્યુઝિકના તાલે ગરબા રમે છે.
જોકે, બુધવારે રાત્રે રતન ટાટાના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ નેસ્કો ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતા લોકોના પગ થંભી ગયા હતા, મ્યુઝિક બંધ થઇ ગયું હતું, બધાના હાથ જોડાયેલા હતા અને ચહેરા પર વેદનાના ભાવ જોવા મળી રહ્યા હતા. અચાનક શું થઇ ગયું? અચાનક લોકોને માઇક પરથી રતન ટાટાના અવસાનના સમાચાર આપવામાં આવ્યા હતા અને ખેલૈયાઓના પગ રૂકી ગયા હતા. બાદમાં અહીં મૌન પાળીને રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સમયે નેસ્કો ગ્રાઉન્ડ પર ગ્લાનિ છવાઈ ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈમાં હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોવાથી મુંબઈમાં સાંજે ગરબાનો કાર્યક્રમ દરેક જગ્યાએ જોવા મળે છે. ગોરેગાંવના નેસ્કો ગ્રાઉન્ડમાં આયોજિત ગરબા ઘણા લોકો માટે આકર્ષણનો વિષય છે. યુવાનો અને વૃદ્ધો અહીં ગરબા રમવા આવે છે અને શરીરનું ભાન ભૂલીને ગરબા રમતા જોવા મળે છે. જોકે, બુધવારે રાત્રે રતન ટાટાના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ નેસ્કો ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતા પગલાઓ થંભી ગયા હતા. રાત્રિ દરમિયાન, નેસ્કો મેદાન ગરબી ગીતો અને તુફાન નૃત્યથી ભરાઈ જાય છે.
જોકે, રતન ટાટાના નિધનના સમાચાર બહાર આવ્યા બાદ અહીં મૌન પાળીને રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સમયે નેસ્કો ગ્રાઉન્ડ પર તંગદિલી છવાઈ ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે NCPA, નરીમાન પોઈન્ટ ખાતે રાખવામાં આવ્યો છે. સામાન્ય લોકો સાંજે 4 વાગ્યા સુધી રતન ટાટાના પાર્થિવ દેહના દર્શન કરી શકશે. ત્યારપછી રતન ટાટાના વરલીના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રતન ટાટાના નિધન બાદ રાજ્ય સરકારે એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. તેથી, મંત્રાલયમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો છે. બધા સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
Also Read –