આશા રાખીએ આ ખબર ખોટી હોયઃ રતન ટાટાની સ્થિતિ ગંભીર હોવાનો એક વિદેશી મીડિયા એજન્સીનો દાવો…
મુંબઈઃ ટાટા ગ્રુપના એમિરેટ્સ ચેરમેન રતન ટાટાની તબિયત મામલે બે દિવસ પહેલા પણ ખબરો આવી હતી. ટાટા બ્રિચકેન્ડી હૉસ્ટિપલમાં દાખલ થયા તે સમયે ખબરોનો મારો ચાલ્યો હતો અને ટાટાએ જણાવ્યું હતું કે તેઓ હેમખેમ છે અને રૂટિન ચેક અપ માટે ગયા છે, પરંતુ બુધવારે ફરી તેમની તબિયત અંગે સમાચાર વહેતા થયા છે. જાણીતી ન્યૂઝ એજન્સી રૉયટરે Reuters દ્વારા કહેવામા આવ્યું છે કે રતન ટાટાની તબિયત કથળી છે અને તેઓ આઈસીયુમાં છે. તેમણે આ ખબર તેમની નજીકના બે સૂત્રો દ્વારા મળી હોવાનો પણ દાવો કર્યો છે.
આ પણ વાંચો : મોબાઈલ ફોન વિના ટુબીએચકે ફ્લેટમાં આ રીતે જીવન વિતાવે છે જાણીતા ઉદ્યોગપતિનો ભાઈ…
ઉદ્યોગપતિ એવા રતન ટાટા દરેક ભારતીય માટે ગર્વ સમાન છે. તેમના સામાજિક કાર્યો અને ભારતને ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશ્વમાં ઝળહળતું કરવાનું તેમનું યોગદાન દરેક ભારતીય માટે પ્રેરણાદાયી છે. આથી તેમની બગડેલી તબિયતની ખબર કોઈપણ ભારતીય માટે દુઃખની વાત છે, ત્યારે આપણે આશા રાખીએ કે આ બધી ખબરો ખોટી નીકળે અને તેઓ સ્વસ્થ રહે અને હજુપણ દેશને દિશા બતાવતા રહે.